Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ ના ઝાડેશ્વર રોડ પર આવેલ આઈનોકક્ષ સિનેમા પાસે ખુલ્લી ગટર માં ગત રાત્રી એ એક ગાય ખાબકતા મહા મહેનતે સ્થાનિકો ની મદદ થી ગાય ને બહાર કાઢવા આવી હતી….

Share

અંધેર નગરી ગંદુ રાજા જેવી કહેવત આજ કાલ ભરૂચ ના માર્ગો પર પ્રખ્યાત થવા પામી છે ક્યાંક ગંદકી ના ઢગ છે તો ક્યાંક લાઈટો ડિસ્કો કલબ ની જેમ જોવા મળે છે કરોડો અને લાખ્ખો ના વિકાસ ના કામો અવાર નવાર વર્ષો થી મંજુર થતા આવ્યા છે…પરંતુ જયારે આ પ્રકાર ની ઘટના ઓ પ્રકાશ માં આવે ત્યારે આ બધીજ બાબતો ના ધજાગરા ઉડવા પામે છે…….
વાત કંઈક આમ છે કે ગત રોજ રાત્રી ના સમયે ભરૂચ ના ઝાડેશ્વર માર્ગ પર આઇ નોકક્ષ સિનેમા નજીક ખુલ્લી ગટર માં એક ગાય પડી જતા આ અંગે ની જાણ સ્થાનિકો યુવાનો ને થતા સ્થાનિક યુવાનોએ સ્થળ પર દોડી જઇ જે સી બી તેમજ ભરૂચ ફાયર ના કર્મીઓ ની મદદ લઇ ગાય ને ભારે જહેમત બાદ સહી સલામત  રીતે બહાર  કાઢી હતી…..
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમય થી સ્થાનિક તંત્ર ના પાપે આ ખુલ્લી ગટર કોઈક મોટી દુર્ઘટના સર્જવવા ની રાહ જોઈ રહી હોય તેમ આ ઘટના બાદ થી કહી શકાય તેમ છે …….અને સ્થાનિક તંત્ર નિંદ્રા માંથી બહાર આવી આ પ્રકાર ની મુખ્ય માર્ગ ઉપર તુટેલી અને ખુલ્લી ગટરો ઉપર ઢાંકણા બેસાડી અથવા પેક કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે……..

Share

Related posts

શહેરાનગરમાં તોલમાપ,ફુડ એન્ડ ડ્રગ્સ,નગરાપાલિકા તંત્રના દુકાનો પર સંયુક્ત દરોડાથી વેપારીઓમા ફફડાટ,ખાદ્યતેલના સેમ્પલ લેવાયા.

ProudOfGujarat

ભરૂચ કેબલ બ્રિજ નીચેથી નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર…જાણો વધુ.

ProudOfGujarat

મહેમદાવાદ પોલીસે ત્રણ રીઢા ગુનેગારની ધરપકડ કરી ૧૭ ગુનાનો ભેદ ઉકેલ્યો.

ProudOfGujarat
error: Content is protected !!