Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : જાયન્ટસ ગ્રૂપ ઓફ ભરૂચ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું.

Share

આજરોજ ભરૂચ પંથકમાં જાયન્ટસ ગ્રૂપ ઓફ ભરૂચ દ્વારા રેડક્રોસ સેવાશ્રમ હોસ્પિટલ ખાતે રક્તદાન શિબીર યોજવામાં આવ્યો હતો. જેમાં ભરૂચ ભાજપા જિલ્લા પ્રમુખ પણ હાજર રહ્યા હતા. રક્તદાનનો મુખ્ય હેતુ આપની એક બુંદ કોઈનું જીવન બદલી શકે છે જેમાં ભરૂચના ઘણા લોકોએ રક્તદાન કર્યું હતું જેઓને સર્ટિફિકેટ આપી નવાજવામાં આવ્યા હતા.

આજરોજ ભરૂચ સેવાશ્રમ હોસ્પિટલ ખાતે એક સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી. જાયન્ટસ ગ્રૂપ ઓફ ભરૂચ દ્વારા 50 વર્ષની ઉજવણીના ભાગરૂપે સેવસેતુના કાર્યક્રમ યોજવામાં આવ્યા છે જેમાં એક અઠવાડીયા સુધી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. નરેન્દ્રમોદીના 71 માં જનદિવસને પણ કાર્યક્રમોમાં સાંકડી લેવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે આજરોજ રક્તદાન શિબિર યોજાયો હતો. કોરોના મહામારી દરમિયાન જાયન્ટસ ગ્રૂપ ઓફ ભરૂચ દ્વારા લોકોને મદદ કરવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં આજરોજ ઘણા લાભાર્થીઓએ રક્તદાન કર્યું હતું અને રક્ત દાતાઓને સર્ટિફિકેટ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચમાં વાલ્મીકિ સમાજ અને દલિત સમાજ દ્વારા નગરપાલિકા ખાતે હાથરસ અને રાપર બનેલ ઘટનાનાં વિરોધમાં આવેદનપત્ર આપી મૃતકને શ્રદ્ધાંજલી આપવામાં આવી.

ProudOfGujarat

વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને ઝડપતી ભરૂચ ગ્રામ્ય પોલીસ

ProudOfGujarat

અમદાવાદમાં વ્યાજખોર ધર્મેશ પટેલની 3.27 કરોડની છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!