Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : દુષ્યંતભાઈ પટેલના નામે ફેક ફેસબુક એકાઉન્ટ પરથી અજાણ્યા ઈસમ દ્વારા હજારોની ઠગાઇ કરાઇ : ધારાસભ્યએ તાત્કાલિક એક્શન લીધુ.

Share

રાજનીતીમાં ઘણી રમતો રમાતી હોય છે છેલ્લા બે દિવસથી દુષ્યંતભાઈ પટેલ ઘણા ચર્ચામાં રહ્યા છે ત્યારે તેમની વિરુદ્ધ એક ઘટના સામે આવી છે. ભરૂચ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલના નામે ફેસબુક એકાઉન્ટ બનાવી રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. દુષ્યંત પટેલના નામ અને ફોટોનો ઉપયોગ કરી ફેક ફેસબુક એકાઉન્ટ બનાવાયું હતું. ફ્રેન્ડ લિસ્ટના લોકોને મેસેજ કરી હજારો રૂપિયાની મદદના નામે માંગણી કરતાં ધારાસભ્ય દુષ્યંત પટેલ દ્વારા પોલીસ ફરિયાદની તજવીજ શરૂ કરવામાં આવી હતી.

છેલ્લા ઘણા સમયથી લોકોના ફેસબુક એકાઉન્ટ હેક કરી અને તેનો દૂર ઉપયોગ કરવાના બનાવ ઘણા વધવા પામ્યા છે ત્યારે ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ સાથે પણ તે રીતની ઠગાઇ થઈ છે. દુષ્યંતભાઈ પટેલના નામે કોઈ જ અજાણ્યા ઈસમ દ્વારા ભરૂચ એમએલએ દુષ્યંતભાઈ પટેલના નામે ફેસબુક પર ફેક એકાઉન્ટ બનાવામાં આવ્યું હતું અને તે એકાઉન્ટ પરથી અસલ એકાઉન્ટના લોકોને મેસેજ કરી અને હજારો રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. ફેક એકાઉન્ટ પર નરેન્દ્ર મોદી સાથેનો ફોટોને મૂકવામાં આવ્યો હતો જેથી લોકોને એકાઉન્ટ સાચું છે તેવો ભાસ થઈ અને લોકો તેઓને પૈસા ટ્રાન્સફર કરી શકે.

Advertisement

પરંતુ તે વાતની જાણ દુષ્યંતભાઈ પટેલને થતાં તેઓ દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવ્યા હતા. તેઓ દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી અને ગેરકાયદેસર કૃત્ય કરનારને તાત્કાલિક ધોરણે ઝડપી પાડવા માટે ફરમાન કર્યું હતું અને પોલીસ તંત્ર દ્વારા સંપૂર્ણપણે તજવીજ શરૂ કરી દેવામાં આવી હતી.

રિધ્ધી પંચાલ, ભરુચ


Share

Related posts

શહેરમાં પ્લાસ્ટીક ડ્રાઈવ :૧૦ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત

ProudOfGujarat

લીંબડી ખાતે દાઉદી વ્હોરા સમાજ દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

વલસાડમાં દારૂની રેલમછેલ હતી પોલીસની લાંલઆંખે અછત ઊભી કરી , પ્યાસીઓ જાહે તો જાહે કહા …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!