એક તરફી પ્રેમની લાગણીવશ ઘરેથી નીકળી બોય ફ્રેન્ડને મળવા આવેલ સગીરા રાહ જોતા થાકી ગયેલા પરંતુ મોડી રાત સુધી ના આવતા ઝાડેશ્વર હાઈવે બેસી રહેલ જેની જાણ એક ત્રાહિત વ્યક્તિએ અભયમ 181 મહિલા હેલ્પ લાઇનને કરતા અભયમ રેસ્કયું ટીમ ભરૂચ તાત્કાલિક સ્થળ પર પહોંચી સગીરાનું યોગ્ય કાઉન્સિલર કરી તેના પરિવારને સોંપતા તેઓને પોતાની દીકરી સહી સલામત પરત મળતા અભયમ ટીમનો ખુબ ખુબ આભાર માન્યો હતો.
મળતી માહિતી મુજબ સગીરા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમા અભ્યાસ કરે છે ઇન્સ્ટાગ્રામમા એક યુવકના પરિચયમા આવેલ જેને પ્રેમ સમજી તેને મળવા ઘરેથી નીકળી ગયેલ મોડા સમય સુધી પરત ના ફરતા તેનો પરિવાર શોધખોળ કરી ચિંતા કરતો હતો. સગીરાએ ભરૂચ ઝાડેશ્વર આવી યુવકને ફોન કરતા તેણે રિસવ ના કરતા તેણીએ વારંવાર કોલ કરતાં સ્વિચ ઓફ કરેલ જેથી તેની રાહ જોઈ હાઈવે આગળ બેસી રહેલ એક ત્રાહિત વ્યક્તિએ તેની સાથે વાતચીત કરતાં તે જવાબ આપી શકેલ નહિ જેથી તેઓએ 181 મહિલા હેલ્પલાઇનમા કોલ કરેલ, અભયમ રેસ્કયૂ ટીમ ભરૂચ પહોંચી સગીરા સાથે યોગ્ય કાઉન્સિલગ કરી આ રીતે ઘરેથી નીકળી જવું જોખમકારક છે, આ ઉપરાંત ઘરે પણ બધા ચિંતિત થતા હશે તેમનો પણ ખ્યાલ રાખવો જોઇએ પરંતુ સગીરા મુગ્ધાવસ્થાને કારણે હજુ પણ યુવક મળવા આવશે તેવી આશા હતી જેથી અભયમ ટીમે યુવકનો સંપર્ક કરી બોલાવેલ અને પૂછતા તેણે જણાવેલ કે અમે ફકત વાતચીત કરી હતી પરંતુ તેને તે પ્રેમ સમજી બેઠી આમ અભયમ ટીમે સગીરાને યુવક સાથે વાતચીત કરાવી વાસ્તવિકતાનું ભાન કરાંવી પરિવાર પાસે પરત જવા સંમત કરી હતી. સગીરા પાસેથી તેના પપ્પાનો મોબાઈલ નંબર મેળવી તેઓને જણાવેલ કે સગીરા અમારી પાસે સલમત છે અને અમો મૂકવા આવીએ છીએ પરંતુ તેઓ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોવાથી સોસાયટીમાં અન્ય લોકોને ખબર પડે તેથી ના પાડેલ અને અમો લેવા માટે આવીએ છીએ તેમ જણાવી તેઓ રૂબરૂ આવી પોતાની દીકરીને સાથે લઈ ગયાં હતાં. પોતાની દીકરી સલામત મળતા અભ્યમ ટીમનો આભાર માન્યો હતો.