વડાપ્રધાન નરેન્દ્રભાઈ જન્મદિનની ઉજવણી નિમિત્તે ગુજરાત રાજ્યના ૪૦૦ થી વધુ સ્થળોએ “ગરીબોના બેલી” કાર્યક્રમ યોજાયો જેમાં રાજય કક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં લાભાર્થીઓને સરકારની વિવિધલક્ષી યોજનાઓનો લાભ લાભાર્થીઓને આપવામાં આવ્યો.
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી આઈ.જે. ગામીતે સ્વાગત પ્રવચન આપી કાર્યક્રમની વિગતવાર માહિતી આપી હતી.
જે અંતર્ગત ભરૂચ શહેર ખાતે પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ભરૂચ ખાતે પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી કિર્તીસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં “ગરીબોના બેલી” કાર્યક્રમ યોજાયો જેમાં રાજ્ય સરકારની વિવિધલક્ષી યોજનાઓ જેવી કે સરકારની “પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના-૦” હેઠળ ભરૂચ શહેરના ૨૭૦ લાભાર્થીઓને વિનામૂલ્યે ગેસ જોડાણ પૂરું પાડવામાં આવ્યું હતું તેમજ કોરોના કપરાકાળમાં નિરાધાર પામેલા શહેરના ૧૦ બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના મંજૂરી પત્ર એનાયત કરવામાં આવ્યા હતા સાથે ૩૦ ગેસ કીટનું વિતરણ પણ મંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રી કિર્તીસિંહ વાઘેલાએ જણાવ્યું કે, આપણા પનોતા પુત્ર તથા “ગરીબોના બેલી” પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૧ માં જન્મદિવસની ઉજવણી નિમિત્તે રાજ્યમાં અનેક સ્થળોએ કાર્યક્રમો યોજાયા છે. દેશની બહેનોને ધુમાડામાં રહેવું ન પડે અને વાયુ પ્રદુષણથી મુક્ત કરવા તથા બહેનોના સ્વાસ્થ્ય પર ઇંધણના ધુમાડાની વિપરીત અસરો ટાળવાના ઉમદા લક્ષ્ય સાથે “પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના” શરુ કરાઈ. મંત્રીએ ઉપસ્થિત લોકોને પોતાના બાળકોને ફરજિયાત શિક્ષણ આપવા પણ જણાવ્યું હતું.
સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ હેઠળ ફેજ -૨ હેઠળ “આઝાદીક અમૃત મહોત્સવ” અંતર્ગત ભરૂચ જિલ્લાના જુદા જુદા તાલુકામાં ૧૩૨૨૦ વ્યક્તિગત સોકપીટ, સામુહિક સોકપિટ ૨૬૪૪, વ્યક્તિગત શૌચાલય ૨૦૫૦ નો લાભ ગામના લાભાર્થીઓને લાભ આપવામાં આવશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મંત્રીએ રસીકરણ કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી.
આ કાર્યક્રમમાં અધિક નિવાસી કલકેટર જે.ડી.પટેલ, ડી.આર.ડી.એના નિયામક સી.વી.લત્તા, નગરપાલિકાના પ્રમુખ અમિતભાઇ ચાવડા, જિલ્લા આગેવાન નિરલભાઈ પટેલ તેમજ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.