વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સમગ્ર રાજ્યભરમાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તે જ રીતે આજરોજ 71 માં જન્મદિન નિમિતે ભરૂચ જિલ્લામાં કોવિડ વેકસીનનું મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કલેકટર કચેરીએ કલેકટર ડો. એમ.ડી. મોડિયાના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં આજરોજ જિલ્લામાં હાથ ધરાનારા વેકસીન મહાઅભિયાન વિષે માહિતી આપી હતી.
આજે ભરૂચના 265 કેન્દ્રો ઉપર હાથ ધરાનાર વેકસીન મહાઅભિયાનમાં 1 લાખથી વધુને રસીકરણનો લક્ષ્યાંક રાખવામા આવ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લામાં 8 મહિનામાં 10.61 લાખને વેકસીનનો પ્રથમ ડોઝ અપાયો છે. જ્યારે કુલ 14.20 લાખ લોકોને બીજો ડોઝ અપાયો છે. તેના અનુસંધાને આજરોજ વેક્સિનેશન એક મહાઅભિયાન તરીકે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેથી જે લોકોએ હાલ સુધી વેક્સિન લીધી નથી તેઓને લાભ મળી શકે અને પોતાને કોરોના મુક્ત કરી શકે.