દિલ્હી-મુંબઈ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે ભારતનો સૌથી લાંબો 1,320 કિલોમીટરનો રોડ હશે. બંને મહાનગરો વચ્ચે મુસાફરીનો સમય 24 કલાકથી ઘટીને 13 કલાક થઈ જશે. તે હેતુસર આજરોજ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી ભરુચ જિલ્લામાં આવી અને દિલ્હી-મુંબઈ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસની કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું. ભરૂચના દયાદરા અને કુકરવાડાના એકસ્ટ્રા ડોઝ કેબલ બ્રિજની કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ મુલાકાત લીધી હતી.
એક્સ્પ્રેસ વે ની ખાસિયત એ છે કે પાંચ જેટલા રાજ્યોમાંથી પસાર થતો એક્સપ્રેસ વે જાન્યુઆરી 2023 સુધીમાં તૈયાર થઈ જશે. જે દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પસાર થશે.આ એક્સપ્રેસ વે જયપુર, ઉદયપુર, અજમેર, કોટા, ચિત્તોડગઢ, ભોપાલ, ઉજ્જૈન, ઇન્દોર, અમદાવાદ અને સુરત જેવા આર્થિક કેન્દ્રોને પણ ઉત્તમ જોડાણ આપશે.
પ્રાણીઓને જંગલમાં રસ્તો પાર કરવામાં મુશ્કેલી ન પડે તે માટે એશિયાનો આ પ્રથમ અને વિશ્વનો બીજો એક્સપ્રેસ વે પ્રાણી ઓવરપાસ ઉપર બનાવવામા આવી રહ્યો છે. દર વર્ષે લગભગ 32 કરોડ લિટર બળતણની બચત થશે. એક્સપ્રેસ વેની આજુબાજુ 15 લાખ વૃક્ષો વાવવામાં આવશે તે સાથે CO2 ના ઉત્સર્જનમાં વાર્ષિક 85 મિલિયન કિ.મી. CO2 નો ઘટાડો થશે.