Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ સ્ટેશનની પાણીની ટાંકીમાંથી અપાતો પાણી પુરવઠો એક દિવસ માટે બંધ રહેશે.

Share

ભરૂચ નગરપાલીકાના મુખ્ય અધિકારી સંજય સોની દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે આવતી કાલે તારીખ ૧૭/૦૯/૨૦૨૧ ના ગુરુવારના રોજ સ્ટેશનની પાણીની ટાંકીમાંથી આપવામાં આવતાં પાણીના જથ્થા ઉપર એક દિવસ કાપ મુકવામાં આવ્યો છે, જેથી વિસ્તારના લોકોએ પાણીને સંગ્રહ કરી વાપરવા માટેની અપીલ કરવામાં આવી છે.

સ્ટેશન અંદર ગ્રાઉન્ડ સંપ અને પાણીની ટાંકીની સાફ સફાઈ કરવાની હોવાથી રાબેતા મુજબ આપવામાં આવતા જથ્થા ઉપર એક દિવસ માટે કાપ મુકવાનો નિર્ણય પાલીકા દ્વારા લેવામાં આવ્યો છે અને તારીખ ૧૮/૦૯/૨૦૨૧ થી આ જથ્થો રાબેતા મુજબ શહેરીજનોને આપવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે, જેની સ્ટેશન પાણીની ટાંકી થકી વપરાશમાં લેતા વિસ્તારના લોકોએ નોંધ લેવા માટે જણાવવા આવ્યું છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ખાતે આવેલ બ્રધરન ચર્ચમાં નાતાલ પર્વની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

આમોદની નવી નગરીમાં આવેલી જર્જરિત આંગણવાડીમાં પાણી ટપકતા નાના ભુલાકાઓને બહાર બેસાડવાની નોબત

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે ભગવાન શાલીગ્રામ અને તુલસીનો વિવાહ પ્રસંગ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!