Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડૂતો લાલઘૂમ : ભરૂચ જિલ્લામાં હવા પ્રદુષણથી પાક નુકશાનીના વળતરની માંગ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો કલેકટર કચેરી ખાતે પહોંચ્યા.

Share

છેલ્લા ઘણા સમયથી ભરૂચ જિલ્લાના ખેડૂતોના માથાના દુઃખાવા સમાન આસપાસના ઉધોગો બન્યા હોય તેવી બૂમો ઉઠવા પામી છે, ચોમાસામાં સારી ખેતીની આશ લગાવી બેઠેલા ખેડૂતોને હવા પ્રદુષણથી વ્યાપક નુકશાન થઇ હોવાના આક્ષેપો જિલ્લાના ખેડૂત સમાજ દ્વારા કરવામાં આવ્યા હતા. જે બાદ તંત્ર દ્વારા પણ જીપીસીબી સહિતની ટીમોને કામે લગાવી નુકશાનીવાળા ખેતરોમાં સર્વેની કામગીરી સોંપવામાં આવી હતી અને પાકને થયેલ નુક્શાનીના ચોક્કસ કારણો શોધવાની સૂચનાઓ આપવામાં આવી હતી.

ભરૂચ જિલ્લામાં દહેજ પી.સી.પી.આઈ.આર, દહેજ જીઆઇડીસી તેમજ વિલાયત જીઆઇડીસી અને જિલ્લાના અન્ય વિસ્તારોમાં કાર્યરત ઉધોગો ગૃહ જોખમી મેગા કેમિકલ્સનું ઉત્પાદન કરે છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં આવેલ ખેતરોમાં હવા પ્રદૂષણથી ખેડૂતોના ઉભા પાકને મોટી માત્રામાં નુકશાની થતા પાક ઉખેડી ફેંકી દેવાની સ્થિતિનું સર્જન થયું છે.

ખેડૂતોએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે જિલ્લા ખેતીવાડી અધિકરી દ્વારા કૃષિ તજજ્ઞો તેમજ વૈજ્ઞાનિકોની નિદાન ટીમનું ગઠન કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યું હતું જેમાં સ્પષ્ટ પણ કહેવામાં આવેલ કે 2-4-D, 2-4-DB જેવા ફીનોકેસી સંયોજનો વાતાવરણમાં ફેલાવવાને કારણે આ પ્રકારની પાક વિકૃતિ જોવા મળેલ છે, જેના કારણે પાક નિષ્ફળ ગયેલ છે, ત્યારે આજરોજ મોટી સંખ્યામા ખેડૂતો ભેગા થઇ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી હવા પ્રદૂષણથી થયેલ પાક નુકશાનીનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડીયા વિસ્તારના ૨૬ જેટલા ગામોમાં સમારકામને લઇને આજે વીજપુરવઠો બંધ રહ્યો.

ProudOfGujarat

હાંસોટ તાલુકા ના બાલોટા ગામે સરપંચ ની ચૂંટણી ની અદાવત રાખી હારી ગયેલા સરપંચે તથા તેમના સાથીદારે ચૂંટાયેલા સરપંચ તથા સરપંચ ના પતિ ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છુટયા હતા

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન સલાહકાર સમિતીના અધિકારી તરીકેનો ખોટો હોદ્દો ધારણ કરી રોફ મારવા જતા પાંચ ઇસમો સામે પોલીસ ફરિયાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!