Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : આમોદના ઇખર ગામ ખાતે સગીરાની છેડતી મામલે ૨ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ : આરોપીઓ ફરાર.

Share

ભરૂચ જિલ્લાના આમોદ પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલ ઇખર ગામ ખાતે રહેતી એક ૧૪ વર્ષીય સગીરાની તેના જ ગામમાં રહેતા બે યુવાનો દ્વારા છેડતી કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે સગીરાના પરિવારજનોએ આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી મામલે વધુ તપાસ હાથધરી છે.

ઇખર ગામ ખાતે રહેતા સઈદ જહાંગીર ખા પઠાણ અને સલમાન કાસમ ખા પઠાણ નાઓએ તેના જ ગામના પાદર પાસે એક ૧૪ વર્ષીય સગીરાનો હાથ પકડી લઈ જાતીય સતામણી કરી તેની સાથે જબરદસ્તી કરતા આખરે સમગ્ર મામલે સગીરાના પરિવારજનો સુધી પહોંચતા તેઓ દ્વારા સઈદ પઠાણ અને જહાંગીર પઠાણ બંને રહે ઇખર નાઓ સામે આમોદ પોલીસ મથકે ફરિયાદ કરતા અમોદ પોલીસે સમગ્ર મામલે પોસ્કો એકટ હેઠળ ગુનો દાખલ કરી ઘટના બાદ ફરાર થયેલ બંને આરોપીઓની શોધખોળ હાથધરી મામલે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાના બાવાગોર દરગાહનો વાર્ષિક ઉર્સ તા. ૩ ફેબ્રુઆરીએ ઉજવાશે

ProudOfGujarat

ભરૂચ-ઝૂંપડપટ્ટી માં રહેતા અને ૨૦૦ રૂપિયા રોજ કમાતા વ્યક્તિ ને મળી ૨૦૦ કરોડ ની કરચોરી અંગેની નોટિસ,પંથકમાં ખળભળાટ…

ProudOfGujarat

પંચમહાલ અને દાહોદ જિલ્લાના શ્રમયોગી કલ્યાણક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનારા શ્રમયોગીઓએ પારિતોષિક માટે અરજી કરવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!