ગત બે દિવસ અગાઉ કસક ગરનાળાને લઈને અનેક પ્રશ્નો ઊભા થયાં હતા. કસક ગરનાળાને પહોળો કરવાની કામગીરી આર&બી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે ત્યારે કેટલીક પ્રકારની સમસ્યાઓ ઊભી થવા પામી છે. ગતરોજ કોંગ્રેસ પક્ષ દ્વારા કેટલાક પ્રશ્નો કરવામાં આવ્યા હતા જેનું આર&બી દ્વારા નિરાકરણ કરવામાં આવ્યું હતું.
આજરોજ વધુ એક હાલાકી અને સમસ્યા ઊભી થવા પામી છે. મળતી માહિતી અનુસાર કસક ગળનાળાનો એક તરફનો ભાગ બંધ કરી દેવામાં આવતા વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ઝાડેશ્વર તરફથી સ્ટેશન જવાનો ગરનાળાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને સ્ટેશન તરફથી ઝાડેશ્વર જવાનો રસ્તો ચાલુ રાખવામા આવ્યો છે ત્યારે લોકોને ઘણી હાલાકી થઈ રહી છે. જે માટે ઝાડેશ્વરથી સ્ટેશન જવા માટે ભોલાવ ભૃગૃઋષિ બ્રિજનો ઉપયોગ કરવો પડે તેમ મજબૂર થવું પડ્યું છે. રોજબરોજ ત્યાથી પસાર થનારા લોકોને ઘણી મુશ્કેલી વેઠવી પડે તેમ છે જેમાં સમયનો વેડફાડ સાથે મોંઘવારીના સમયમાં પેટ્રોલ અને ડીઝલના વેડફાડ થઈ રહ્યો છે ત્યારે જાહેર જનતાની માંગ છે કે વહેલી તકે કામગીરી પૂર્ણ થાય.
ભરૂચ : કસક ગરનાળાનો ઝાડેશ્વર તરફથી સ્ટેશનનો રસ્તો બંધ કરી દેવાતા વાહનચાલકોને હાલાકી.
Advertisement