ભરૂચ નગરપાલીકાના મુખ્ય અધિકારી સંજય સોની દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે આવતી કાલે તારીખ ૧૬/૦૯/૨૦૨૧ ના ગુરુવારના રોજ સોનેરી મહેલ પાણીની ટાંકીમાંથી આપવામાં આવતાં પાણીના જથ્થા ઉપર એક દિવસ કાપ મુકવામાં આવ્યો છે, જેથી વિસ્તારના લોકોએ પાણીને સંગ્રહ કરી વાપરવા માટેની અપીલ કરવામાં આવી છે.
સોનેરી મહેલ અંદર ગ્રાઉન્ડ સંપ અને પાણીની ટાંકીની સાફ સફાઈ કરવાની હોવાથી રાબેતા મુજબ આપવામાં આવતા જથ્થા ઉપર એક દિવસ માટે કાપ મુકવાનો નિર્ણય પાલીકા દ્વારા લેવામાં આવ્યો છે અને તારીખ ૧૭/૦૯/૨૦૨૧ થી આ જથ્થો રાબેતા મુજબ શહેરીજનોને આપવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે, જેની સોનેરી મહેલ પાણીની ટાંકી થકી વપરાશમાં લેતા વિસ્તારના લોકોએ નોંધ લેવા માટે જણાવવામાં આવ્યું છે.
Advertisement