ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા ઢોર વાહન ચાલકો અને રાહદારીઓ માટે માથાના દુખાવા સમાન બન્યા હતા, રસ્તા વચ્ચે જ મોટી સંખ્યામાં ઢોર બેસી જતા હોવાના કારણે વાહન વ્યવહાર ઉપર તેની અસર જોવા મળતી હતી તો કેટલાક સ્થળે તો આંખલાઓ વચ્ચે જામતા યુદ્ધના કારણે વાહનો તેમજ લોકોને નુકશાની થાય તેવી ઘટનાઓ સામે આવતી હતી..!!
ભરૂચ શહેરના શક્તિનાથ, લિંક રોડ, કીર્તિ સ્તંભ સર્કલ, કોર્ટ રોડ સહિત તુલસીધામ શાકમાર્કેટ અને ઝાડેશ્વર રોડ જેવા વિસ્તારમાં રખડતા આંખલા અને ઢોર લોકો માટે માથાના દુઃખાવા સમાન બન્યા હતા જેના પગલે અવારનવાર નાના મોટા અકસ્માત સહિતની ઘટનાઓનું નિર્માણ થતું હતું, ભૂતકાળમાં પણ રખડતા ઢોરના કારણે કેટલાય લોકો ઇજાગ્રસ્ત પણ થઇ સારવાર લઇ ચુક્યા છે ત્યારે ફરી એકવાર ચોમાસાની ઋતુમાં આ ઢોરો મોટી સંખ્યામાં જાહેર માર્ગો ઉપર નજરે પડ્યા હતા.
ભરૂચ નગર પાલિકા ની ટિમ દ્વારા આ પ્રકારે રખડતા ઢોરોના માલિકોની પ્રથમ તો શોધ કરવામાં આવી હતી પરંતુ કોઈ પટ્ટો ન લાગતા આખરે ઢોર પકડવાની ગાડી લઇ આજે દિવસ દરમિયાન પાલીકાના કર્મીઓએ જાહેર માર્ગ પર અડિંગો જમાવનાર તમામ ઢોરોને પકડી લઈ ભરૂચ પાંજરાપોર ખાતે ખસેડવાની કામગીરી કરી હતી..!