ગત તા.10મી સપ્ટેમ્બરથી ગણેશ જીના 10 દિવાસીય તગેવારનો શુભારંભ કરવામાં આવ્યો હતો . આ વર્ષે ફક્ત માટીની મૂર્તિઓને જ નદીમાં વિસર્જિત કરવાની પરવાનગી આપવામાં આવી હતી અને આ વર્ષે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓના વિસર્જન માટેની કુત્રિમ તળાવ બનવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે . ભરૂચ નગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે . પાલિકા દ્વારા ભગવાન ગણેશની મૂર્તિઓ સન્માનપૂર્વક વિસર્જિત કરવા તેમજ પર્યાવરણને નુકસાન ન થાય તેવી કાળજીપૂર્વકનું આયોજન હાથ ધરાયું છે અને તે માટે એક જે.બી.મોદી બાગ પાસે અને બીજો નર્મદા બંગ્લોઝની પાસે મક્તમપુરમાં કૃત્રિમ કુંડ બનાવાની તૈયારીઓ શરૂ હાથ ધરવામાં આવી છે . આગામી 19 મી સપ્ટેમ્બરના રોજ 10 દિવસના પૂજન અર્ચન બાદ ગણેશજીનું વિસર્જન કરવામાં આવશે.
નર્મદા નદીમાં પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ નર્મદા નદીમાં વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ હોવાના કારણે લોકોને વિસર્જન કરવા કોઈ તકલીફ ન પડે અને નર્મદા નદીને પ્લાસ્ટર ઓફ પેરિસથી પ્રદુષિત થતી અટકાવવા માટે પાલિકા દ્વારા કુંડો તૈયાર કરવામાં આવી રહ્યા છે.જે સાથે ભરુચ પોલીસ દ્વારા પણ તૈયારીઓ સજ્જ હાથ ધરવામાં આવી રહી છે .