Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ઈનરવ્હીલ ક્લબ દ્વારા ભરૂચ વૃદ્ધાશ્રમ ખાતે જરૂરિયાતની ચીજ વસ્તુઓનું વિતરણ કરાયું.

Share

રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરની ભગીની સંસ્થા ઈનરવ્હીલ ક્લબ દ્વારા સોમવારના રોજ ભરૂચ ઘરડા ઘર ખાતે જરૂરિયાતમંદ વૃદ્ધો માટે જરૂરી ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ઈનરવ્હીલ ક્લબ અંકલેશ્વર દ્વારા નિયમિત સમયાંતરે તમામ સમાજસેવાના કાર્યો કરવામાં આવે છે જે અંતર્ગત સોમવારના રોજ ભરૂચ ઘરડા ઘર ખાતે વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો માટે જરૂરિયાતમંદ ચીજ વસ્તુઓ જેમ કે સાબુ, તેલના ડબ્બા તેમજ અન્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ક્લબના પ્રમુખ સંધ્યા મિશ્રા તેમજ સેક્રેટરી સહિત ટીમના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ ચીજ વસ્તુઓ વિતરિત કરાતાં વૃદ્ધોના ચહેરા પર પણ આનંદની લાગણી ફેલાઈ હતી.

Advertisement

Share

Related posts

સિદ્ધિ પ્રાપ્ત કરતી વોરાસમની ગામની કિશોરી… જાણો વધુ…

ProudOfGujarat

ભરૂચ પોલીસ દ્વારા આયોજીત સેફ એન્ડ સિક્યુર નવરાત્રી મહોત્સવમાં જામી ગરબાની રમઝટ, પ્રજા વચ્ચે અધિકારીઓ પણ ગરબે ઘૂમ્યા

ProudOfGujarat

લોક ડાઉનમાં છૂટછાટનાં પગલે નબીપુર દયાદરા માર્ગ ઉપર હેઝાડર્સ વેસ્ટ ભરેલી ગાડીઓનાં વહનથી ગ્રામ્ય પ્રજા ત્રાહિમામ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!