– અખંડ ભારત નિર્માણમાં હિન્દીનું ઘણું મહત્વ છે : ડો. દિવ્યેશ પરમાર
જન શિક્ષણ સંસ્થાન ભરૂચ અને નહેરુ યુવા કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે આજરોજ રાષ્ટ્રભાષા હિન્દી દિવસ તથા પખવાડિયાની ઉજવણીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની શુભ શરૂઆત જન શિક્ષણ સંતની બહેનો દ્વારા પ્રાથનાથી કરવામાં આવી હતી. વિશ્વમાં બોલતી વિવિધ ભાષાઓ, તેની બોલીઓ અને તેનું લેખન અને વાંચન અંગે વિવરણ આપી અને આપની હિન્દી ભાષા વિષે યોગ્ય છણાવટ કરવામાં આવી હતી ત્યારબાદ મહેમાનોનું પુષ્પગુચ્છ વડે સ્વાગત કરવામાં આવ્યું હતું અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
ભારતની રાષ્ટ્ર ભાષા હિન્દીનો મહિમા સમજાવી અને હિંદી રાષ્ટ્રભાષા કરતા રાજભાષા કહેતા તે ઉચિત જણાશે તેમ જાણવામાં આવ્યું હતું. આપના સૌનું કર્તવ્ય છે કે હિન્દી ભાષાનો વધુમાં વધુ ઉપયોગ કરીએ. આ ભાષાને બચાવી અને તેનો વ્યાપ વધારીએ તેવી મહેચ્છા દર્શવામાં આવી હતી.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી ભરૂચના પ્રતિનિધિ અને શિક્ષણ નિરીક્ષક ડો. દિવ્યેશ પરમાર હાજર રહ્યા હતા અને તેઓ એ જણાવ્યુ હતું કે આજે સમગ્ર વિશ્વ સહિત સમગ્ર દેશમાં અંગ્રેજી ભાષાને ઘણું મહત્વ આપવામાં આવે છે તેને હિન્દી ભાષા સાથે મૂલવવાનું ઘણું કઠિન છે તેથી રાષ્ટ્રીય ભાષાને સન્માનીત તરીકે જાળવી રાખવી એ આપણાં સૌની ફરજ છે. રાષ્ટ્રગીતના ગાન બાદ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.