સેવાશ્રમ હોસ્પિટલ ભરૂચ ખાતે તા. 14 મી સપ્ટેમ્બર એટલે કે આજરોજથી ડો. યોગેશ નટવરલાલ પાનવાલા આંખનો વિભાગ તેમજ તેમના માતૃશ્રી પુષ્પાબેન નટવરલાલ પાનવાલા તરફથી અદ્યતન ઓ.પી.ડી. તથા ઓપરેશનના સાધનો દાનમાં આપી તેનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં એકસપર્ટ ઓપ્થાલ્મોલોજિસ્ટ ડોક્ટર દ્વારા આંખના બધા જ રોગોનું નિદાન તથા ઓપરેશનની ફેસીલીટી છે. જેમાં મોતિયા માટે લેટેસ્ટ એવા ફેકો ઓપરેશનની પણ સુવિધાઓ સામેલ કરવામાં આવી હતી.
ડો. યોગેશનો જન્મ 1962 માં મધ્યમવર્ગીય બેન્ક કર્મચારી નટવરલાલ તથા પુષ્પાબેનને ત્યાં થયો હતો તેમણે તેમના પિતા તરફથી ઈમાનદારી, કસર અને માતા તરફથી મહેનત કરી ભણવું, સેવાભાવી બનવું એવા પાઠ ભણ્યા જેથી ધોરણ 12 માં વગર ટયુશને પણ ગવર્મેન્ટ કોલેજમાંથી મેરિટ પર ઓપ્થાલ્મોલોજીનો અભ્યાસ પૂરો કરી અને સમગ્ર પરિવારમાં પ્રથમ ડોકટર બન્યા હતા.
ગોરજ સેવા મુનિ આશ્રમ વડોદરા, રોટરી આઈ હોસ્પિટલ, નવસારી તથા સાઉથ આફ્રિકાના લેસ પ્રોવિલેજડ દેશોમાં કામ કરતા અસંખ્ય કેમ્પ કરી લાખો લોકોને જોતાં કર્યા જેમાં તેમના પત્ની પણ સાથે રહ્યા હતા. પૈસાપત્ર લોકો કેશલેસ ફેસિલિટી અને ગરીબ લોકો નરેન્દ્ર મોદીના માં કાર્ડ જેવી યોજનાથી ટ્રીટમેન્ટ લઈ શકે તો જે લોકોને લાભ નહોતો મળતો તેવા મિડલ કલાસનાં લોકો માટે વિચારીને સેવાશ્રમ આંખ વિભાગ ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ભરૂચ સેવાશ્રમ હોસ્પિટલ ખાતે ડૉ. યોગેશ નટવરલાલ પાનવાલા આઈ ડિપાર્ટમેન્ટનો આજથી શુભારંભ.
Advertisement