Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની આશ્રય સોસાયટી નજીક આવેલ કાંસમાંથી એક ઇસમનો મૃતદેહ મળતા ચકચાર : પોલીસે મામલે વધુ તપાસ હાથધરી.

Share

ભરૂચ શહેરના નંદેલાવ રોડ પર આવેલ આશ્રય સોસાયટી પાસે રેલવે ટ્રેકની નજીક આવેલ કાંસમાંથી આજે સવારે એક ઇસમનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચ્યો હતો, કાંસમાં પડેલ મૃતદેહ અંગે સ્થાનિકોને જાણ થતાં એક સમયે ઘટના સ્થળે લોકોના ટોળા જોવા મળ્યા હતા.

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર વિજય નટવર વસાવા ઉંમર વર્ષ 40, રહે. હરિદ્વાર સોસાયટી, ભોલાવ, ભરૂચ નાઓ ગતરાત્રીના કોઈપણ સમયે આશ્રય બાપા સીતારામની મઢુલી સામેથી રેલ્વે ક્રોસ કરી હરિદ્વાર સોસાયટી ખાતેના પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે કીચડમાં પગ લપસી જતા મોટી ગટરમાં પડતા વરસાદનું પાણી ભરાયેલ હોઈ પાણીમાં ડૂબી જતાં તેમનું મરણ થયેલ છે.

આજરોજ વહેલી સવારમાં આવત જતા લોકોએ પાણી અડધી ડૂબેલી લાશ જોતા પોલીસને જાણ કરેલ પોલીસ દ્વારા આજુબાજુમાં તપાસ કરતા મરણ ગયેલ યુવાન હરિદ્વાર સોસાયટીમાંમાં રહેતો વિજય વસાવાનો મૃતદેહ જણાય આવેલ વિજય વસાવાના ઘરે જાણ કરતા તેના પિતા તેમજ પરિવારના લોકો સ્થળ પર આવી લાશની ઓળખ કરેલ.

Advertisement

Share

Related posts

સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાઇક ચોરીને અંજામ આપતા કોટડા ગેંગના બે મુખ્ય આરોપીઓને ચોરીની 23 બાઇકો સાથે ઝડપ્યા.

ProudOfGujarat

ભરૂચ-અંકલેશ્વર માર્ગ પર છાપરા પાસે ખાડીમાં મહાકાય મગર દેખાતા તેને જોવા લોક ટોળા જામ્યા

ProudOfGujarat

ભરૂચની રોજગાર કચેરી બહાર યુવા કોંગ્રેસ દ્વારા રાજય સરકારની યુવાઓને રોજગાર આપવાની નિષ્ફળતા સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!