ભરૂચના કાર્યપાલક ઈજનેર R&B વિભાગમાં ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના સભ્યો દ્વારા કસક ગળનાળા પાસે આવેલ દાદરને દૂર કરવાના નિર્ણયના વિરોધમાં રજુઆત કરવામાં આવી હતી. હાલ કસક ગળનાળાની પહોળાઈ વધારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગળનાળા પાસે આવેલ દાદરને પણ દૂર કરાશે પણ સ્થાનિક લોકોને અવરજવર માટે દાદરની જરૂર હોય પ્લાનમાં સુધારો કરી દાદર રહેવા દેવાની રજુઆત કરવામાં આવી હતી.
ગતરોજ કસક ગળનાળાના મુદ્દે જે કામ શરૂ થવાનું હતું તે મુદ્દે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિકી શોખી, સમસાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા દ્વારા ભરૂચના કાર્યપાલક ઈજનેર R&B વિભાગમાં સ્થાનિકો સહિત મુલાકાત લેવામાં આવી હતી. કસક ગળનાળાની અંદર જે રોડ એકટેન્શન કરવાની વાત ચાલી રહી છે તેનાથી સ્થાનિકોને ત્યાના રોજના અવરજવર કરનારા લોકો તેમજ દુકાનો અને વ્યવસાય કરનારા લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે અને ત્યાં જે સ્ટેશન પાસે જવા માટે વર્ષોથી બનેલ દાદર છે તેને હટાવાની કામગીરી કરવામાં આવી હતી અને લોકોને દાદર હટાવ્યા બાદ સમયનો વેડફાડ કરીને ફરીને જવું પડે તેમ હતું. તેથી અધિકારી જૈમિનભાઈ શાહ સાથે રૂબરૂ મુલાકાત બાદ ચર્ચાઓ કર્યા બાદ તેનું નિરાકરણ લાવવાની માંગ ઉઠી હતી.
જે અંગે આજરોજ R&B વિભાગ દ્વારા સ્થાનિકો અને ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિને બાંહેધરી આપી હતી કે આજરોજ કસક ગળનાળાનું સ્થળ નિરિક્ષણ કર્યા બાદ ચર્ચા વિચારણા કર્યા બાદ કામમાં ફેરબદલ કરી કસક ગળનાળામાં આવેલ દાદર પણ યથાવત રહે તેમજ ઉપરના ભાગના ગાળાનાળાને પહોળું કરી શકાય તે રીતે કામગીરી કરવાની બાંહેધરી આપવામાં આવી. R&B વિભાગના અધિકારીએ જે રીતે કોંગ્રેસ પક્ષને તેમજ સ્થાનિકોને અરજીને ધ્યાનમાં રાખી હોવાનું સુખદ નિરાકરણ આપ્યું હતું.