Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરુચ પંથકમાં બેવડી ઋતુને કારણે વાયરલ ઇન્ફેકશનનો કહેર વધ્યો..!

Share

ભરુચ જિલ્લામાં ચોમાસા દરમિયાન ભેજવાળા વાતાવરણથી શરદી-તાવ,ખાંસી અને શરીરના દુખાવા જેવા ડેન્ગ્યુ જેવા વાયરલ ઇન્ફેકશન,ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસ વધ્યાં છે. વાઇરલ ઇન્ફેક્શનમાં સતત નાક ગળતી શરદી,ખાંસી, ભારે તાવ અને શરીર તેમજ માથામાં દુખાવો, ઝડપથી તાવ ન ઉતરવો,અશક્તિ લાગવી, ભૂખ ન લાગવી, વધુ પડતો થાક લાગવો, કેટલાક કિસ્સામાં ઝાડા થઈ જવા તેમજ પેટમાં દુ:ખાવો રહેવો જેવા લક્ષણો વાયરલ ઈન્ફેક્શનના હોય છે.

ભરુચ પંથકમાં દિવસે ગરમી અને સાંજ પછી ઠંડકની બેવડી સિઝન અને ભેજવાળા વાતાવરણથી વાયરલ ઇન્ફેકશનના કેસમાં વધારો થતાં જનરલ ફિઝિશિયન અને પીડીયાટ્રીશીયન ડોકટરોના ક્લિનિક અને સિવિલ હોસ્પિટલમાં પણ મોટી સંખ્યામાં દર્દીથી જોવા મળી રહ્યા છે. ચોમાસાની ઋતુ પોતાની સાથે વરસાદનો અનેરો આનંદ તો લાવે જ છે, પરંતુ સાથે સાથે અને પ્રકારના રોગ પણ લાવે છે. ચોમાસાની ઋતુમાં ઠંડા અને ભેજવાળા વાતાવરણને લીધે તથા પાણીના ભરાવાના કારણે ઘણા પ્રકારના રોગ થઈ શકે છે.

Advertisement

જેમાં ઘણા રોગો જીવલેણ પણ હોઈ શકે છે. તો ઘણા રોગની સહેલાઈથી સારવાર કરી શકાય છે. દરેક ઘરોમાં ભુલકાથી લઈને મોટી ઉંમરનાં એકથી બે વ્યક્તિ શરદી, ખાંસી, ભારે તાવ સાથે શરીર અને માથાનાં દુખાવાના ડેન્ગ્યુ જેવા લક્ષણો ધરાવતા વાયરલ ઇન્ફેકશનમાં પટકાતાં ઘરે ઘરે માંદગી જેવી સ્થિતિ જોવા મળી રહી છે . તહેવારોનો માહોલ છે ત્યારે વાયરલ ઇન્ફેકશન ના ફેલાઈ તેનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક બન્યું છે .


Share

Related posts

ઝઘડિયાના સારસા ગામ નજીક કેળના ખેતરમાંથી દિપડાએ ખાધેલ અવસ્થામાં એક ઇસમનો મૃતદેહ મળ્યો

ProudOfGujarat

रितिक की वजह से यशराज की फिल्म छोड़ने की खबर के ऊपर दिशा पटानी का बयान…

ProudOfGujarat

નવસારીનાં દુવાડા ગામ પાસે મહિલાની હત્યાનો મામલો, લીવઇનમાં રહેતા યુવકે જ મોતને ઘાટ ઉતારી, CCTV ની મદદથી હત્યાનો ભેદ ઉકેલાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!