Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા કસક ગળનાળા પાસે આવેલ દાદરને દૂર કરવાના નિર્ણયના વિરોધમાં કાર્યપાલક ઈજનેર R&B વિભાગમાં રજુઆત.

Share

ભરૂચના કાર્યપાલક ઈજનેર R&B વિભાગમાં ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના સભ્યો દ્વારા કસક ગળનારા પાસે આવેલ દાદરને દૂર કરવાના નિર્ણયના વિરોધમાં રજુઆત કરવામાં આવી. હાલ કસક ગળનાળાની પહોળાઈ વધારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગળનાળા પાસે આવેલ દાદરને પણ દૂર કરાશે પણ સ્થાનિક લોકોને અવરજવર માટે દાદરની જરૂર હોય પ્લાનમાં સુધારો કરી દાદર રહેવા દેવાની રજુઆત કરવામાં આવી હતી.

આજરોજ કસક ગળનાળાના મુદ્દે જે કામ શરૂ થવાનું હતું તે મુદ્દે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિકી શોખી, હેમેન્દ્ર કોઠીવાલા, સમસાદ અલી સૈયદ દ્વારા ભરૂચના કાર્યપાલક ઈજનેર R&B વિભાગમાં સ્થાનિકો સહિત મુલાકાત લેવામાં આવી હતી. કસક ગળનાળાની અંદર જે રોડ એકટેન્શન કરવાની વાત ચાલી રહી છે તેનાથી સ્થાનિકોને ત્યાના રોજના અવરજવર કરનારા લોકો તેમજ દુકાનો અને વ્યવસાય કરનારા લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે અને ત્યાં જે સ્ટેશન પાસે જવા માટે વર્ષોથી બનેલ દાદર છે તેને હટાવાની કામગીરી કરવામાં આવવામાં હતી અને લોકોને દાદર હટાવ્યા બાદ સમયનો વેડફાડ કરીને ફરીને જવું પડે તેમ હતું. તેથી અધિકારી જૈમિનભાઈ શાહ સાથે રૂબરૂ મુલાકાત બાદ ચર્ચાઓ કર્યા બાદ તેનું નિરાકરણ લાવવાની માંગ ઉઠી હતી.

જેમાં ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા માંગ ઉઠી હતી કે જે એક્સિસ્ટિંગ દાદર છે તેને રહેવા દેવા જણાવવામાં આવ્યું હતું જેથી કરીને રાહદારીઓને સમસ્યાઓ ન થાય તેથી આ મુદ્દે R&B વિભાગે ખાતરી આપવામાં આવી હતી કે આજરોજ સાંજ સુધી સમસ્યાનું નિરાકરણ આવી શકે તેમ છે.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાનાં વહીવટી તંત્ર દ્વારા વાંકલ મૈસુરીયા સમાજનાં દરેક ઘરોમાં અનાજ કીટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

અંકલેશ્વરના ગડખોલ પાટીયા પાસે કાર ચાલક મહિલાને ટક્કર મારી ફરાર : મહિલાનું ઘટના સ્થળે જ મોત.

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અને Skit.ai એ ગ્રાહકોને બહેતર અનુભવ આપવા માટે મોટર અને આરોગ્ય વીમા માટેના દાવાની સ્થિતિને ટ્રેક કરવા માટેની જટિલ પ્રક્રિયાને સરળ બનાવવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!