Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : ઝાડેશ્વર ચોકડી ખાતે લાખોનાં વિદેશી દારૂનાં જથ્થા સાથે 4 ઇસમો ઝડપાયા.

Share

ભરૂચ શહેર સી ડીવીઝન પો.સ્ટેશન વિસ્તારમા પોલીસ નાઈટ રાઉન્ડમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન બાતમીદારથી બાતમી મળેલ કે નેશનલ હાઈવે ૪૮ ઉપર દૂધાળી ભેંસો ભરેલ ટ્રક નંબર RJ 21 GC 5866 નો સુરત તરફથી ભરૂચ તરફ આવતો હોય જેમા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ છે. જે બાતમી હકીકત આધારે ઝાડેશ્વર ચોકડી પાસે આવેલ હોટેલ સરોવર સામેના કટ પાસે આવી વોચમાં હતા તે દરમ્યાન ટ્રક આવતા તેને રોકી તપાસ કરતા ગાડીની પાછળના ભાગે ચાર દુધાળી ભેંસો બાંધેલ હતી તેમજ તેની આગળના ભાગેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ ૩૫૪ જેની કિમત રૂપીયા ૧,૭૪,૨૪૦/- તથા ટ્રક RJ-21-GC-5866 જેની કીમત રૂપીયા ૭,૦૦,૦૦૦/- મોબાઈલ નંગ – ૦૩ કીમત રૂપીયા ૧૦,૫૦૦/- મળી કુલ રૂપીયા ૮,૮૪,૭૪૦/- નો મુદ્દામાલ મળી આવેલ જે બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ હતી અને આ ભેંસો તેના મૂળ માલિકને પરત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

પકડાયેલ આરોપીઓ :-

Advertisement

(1) ઈસ્તીયાક હનીફ મેદળીયા રહે- ગામ તેનીવાડા તા વડગામ જી. બનાસકાઠા
(2) રવીશંકર રામક્રીપાલ શર્મા રહે-પ્લોટ નંબર ૦૨ હાઉસિંગ સોસાયટી ઉના, સુરત
(3) કરણ દેવીપ્રસાદ પાંડે રહે- પ્લોટ નબર ૦૨ હાઉસિંગ સોસાયટી ઉના, સુરત
(4) સત્યમ સંજયભાઇ ગૌતમ રહે- પ્લોટ નંબર ૦૨ હાઉસિંગ સોસાયટી ઉના, સુરત


Share

Related posts

હોળી ધૂળેટીનાં પર્વને લઈને નેત્રંગનાં બજારોમાં નાનાં વેપારી દ્વારા પોતાની લારીઓ ગોઠવી અનેક વસ્તુનું વેચાણ કરવામાં આવે છે.

ProudOfGujarat

અમદાવાદ રિવરફ્રન્ટ પર બનાવવામાં આવેલ અટલ બ્રિજ પર આવતીકાલથી પૈસા આપી જવું પડશે.

ProudOfGujarat

અનિતાના થોડા પ્રયત્નોથી પ્રેમી હિરેન પણ સામાજીક સમરસતાના રંગે રંગાઇ ગયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!