દહેજ નજીકના અટાલી ગામની સીમમાં ચાલતા કેમિકલ ચોરીના કૌભાંડનો ભેદ ઉકેલી કેમિકલ ચોરી કરતી ગેંગના એક સભ્યને ચોરી કરેલ કેમિકલ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 42,32,834/-ના મુદ્દામાલ સાથે ભરૂચ એલ.સી.બી. એ ઝડપી પાડયો હતો.
રાજયમાં ગેરકાયદેસરની ચોરી તથા ડુપ્લીકેટ બાયો ડીઝલના ઉત્પાદન તથા વેચાણ ઉપર કાયદેસર કાર્યવાહી કરવા ભરૂચ એલ.સી.બી. એલર્ટ થઈ હતી. ગતરોજ તારીખ 9 મી સપ્ટેમ્બરના રોજ બાતમી મળેલ કે દહેજ જી.આઈ.ડી.સી. નજીક આવેલ અટાલી ગામની સીમમાં આવેલ સ્કીલ અપગ્રેડેશન સેન્ટરના બંધ બિલ્ડીંગના કંપાઉન્ડમાં રાત્રિના સમયે અટાલી ગામનો ઇન્દ્રજીતસિંહ ઉર્ફે ઇન્દ્રો જયસિંહ ચાવડા તેના માણસો મારફતે દહેજ જી.આઈ.ડી.સી. માં આવતા ટેન્કરોમાંથી કેમિકલ ચોરી કરી રહ્યા હતા.
જે મળેલ હકીકતને આધારે લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા વોચમાં હતા તે દરમિયાન ટીમ દ્વારા દરોડા પાડતાં એક ઇસમને ચોરી કરતાં રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો હતો અને કેમીકલ ભરેલ ટેન્કર તથા ચોરી કરેલ મેળવેલ કેમિકલ ભરેલ બેરલો તથા બોલેરો પીકઅપ ગાડી તેમજ કેમિકલ ચોરી કરવાનાં સાધન સામગ્રી સહિત કુલ રૂપિયા 42,32,834/-ના મુદ્દામાલ સાથે ગેંગના એક સભ્યને ઝડપી પાડવામાં આવ્યો હતો અને તેમાં મળેલ અન્ય છ જેટલા આરોપીઓની ધરપકડ અંગે પૂછપરછ હાથ ધરવામાં આવી હતી અને પકડાયેલ ઈસમ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પકડાયેલ આરોપી :-
સરફરાજ મોહંમદ હસન દીવાન રહે, સાલેહપાર્ક, પાલેજ, ભરૂચ મૂળ રહે. જંબુસર ભરૂચ
વોન્ટેડ આરોપીઓ :-
(1) ઇન્દ્રજીતસિંહ ઉર્ફે ઇન્દ્રો જયસિંહ ચાવડા રહે. અટાલી, વાગરા, ભરૂચ
(2) સત્તાર ઉર્ફે સમીર મલંગશા દીવાન રહે. પાલેજ, ભરૂચ
(3) કનુભાઈ જોગરાણા રહે. વડોદરા
(4) ખલીલ ઈસ્માઈલ દીવાન રહે. પાલેજ, ભરૂચ
(5) ઐયુબ ગજજુ રહે. જોલવા, વાગરા
(6) ટેન્કર નંબર GJ 12 AZ 7215 નો ડ્રાઈવર જેનું નામ સરનામું જણાવેલ નથી નાઓ અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.