ભરૂચ જીલ્લામાં રસ્તાઓને લઈને સરકારને અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે. હાલમાં ભરૂચ જિલ્લામાથી પસાર થતાં તમામ રાજ્ય ધોરીમાર્ગો વરસાદને કારણે તૂટી ગયેલી અવસ્થામાં દેખાઈ રહ્યા છે જે માર્ગો છેલ્લા છ મહિનાની અંદર જ રીકાર્પેટ કરવામાં આવ્યા છે એ માર્ગો પર હલકી અને તકલાદી ગુણવત્તાવાળા મટિરિયલ વાપરવાને કારણે ધોવાઈ ગયા છે. છેલ્લા બે વર્ષની અંદર જે માર્ગોને રીકાર્પેટ અને નવા મજબૂતીકરણ સાથે બનાવેલા માર્ગો સર્વે કરવી નબળા કામ કરનાર કોન્ટ્રાકટરો સામે પગલાં ભરવા કોંગ્રેસી અગ્રણી સંદીપ માંગરોલાએ લેખિત રજૂઆત નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ અને માર્ગ અને મકાન વિભાગને કરી હતી.
આ તમામ માર્ગો તાત્કાલિક ધોરણે સમારકામ હાથ ધરાઇ એવી વિનંતી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના મુખ્યત્વે અંકલેશ્વરથી નેત્રંગ સાગબારા માર્ગ, અંકલેશ્વરથી રાજપીપળા સ્ટેચ્યુ યુનિટીને જોડતો માર્ગ, અંકલેશ્વર હાંસોટ ઓલપાડને જોડતો માર્ગ, વાલિયા ઝઘડિયાને જોડતો માર્ગ, વલિયાથી માંગરોળને જોડતો માર્ગ, વાલિયા સોડગામથી ભમાડિયાને જોડતો માર્ગ, વાલિયાથી વાડીને જોડતો માર્ગ, ભરૂચ જંબુસરને જોડતો માર્ગ, પાલેજથી આમોદને જોડતો માર્ગ, જંબુસરથી કાવીને જોડતો માર્ગ, ઉમલ્લાથી પાણેથાને જોડતા માર્ગ બધા માર્ગોને તાત્કાલિક સમારકામ હાથ ધરવા પત્ર લખી ખાસ વિનંતી કરવામાં આવી હતી.