Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગણેશચતુર્થી : દુંદાળા દેવને આવકારવા ભક્તોમાં અનોખો ઉત્સાહ –ઉમંગ

Share

જે ક્ષણનો ભક્તો છેલ્લા કેટલાક દિવસોથી રાહ જોઇને બેઠા હતા તે હવે આવી ગયો છે. આજથી 10 દિવસનો ગણેશોત્સવ શરૂ થાય છે. કોરોના વાયરસ મહામારી વચ્ચે ગણેશોત્સવ ઉજવવામાં આવશે. જેમના સ્મરણ માત્રથી સઘળા સંકટ-વિઘ્નો દૂર થવા લાગે છે તેવા દુંદાળા દેવ ગણપતિજીના પર્વ ‘ગણેશ ચતુર્થી’ની આવતીકાલે આસ્થા-ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવશે.ગણેશ સ્થાપન માટે આવતીકાલે બપોરે ૧૨ઃ૧૨થી બપોરે ૧ઃ૦૧ દરમિયાન અભિજિત મુહૂર્ત છે.

૧૯ સપ્ટેમ્બરે અનંત ચતુર્દશી સાથે ગણેશોત્સવની પૂર્ણાહૂતિ થશે. સામાન્ય રીતે દોઢ દિવસ, ત્રણ દિવસ, પાંચ દિવસ, સાત દિવસ કે અગિયાર દિવસ ગણેશજીની સ્થાપના કરવામાં આવતી હોય છે. ગણેશ ચતુર્થી એટલે કે ભાદરવા સુદ ચતુર્થીની વિશેષતા એ હોય છે કે વર્ષમાં એક જ દિવસ એવો હોય છે જ્યારે ભગવાન ગણેશજીને તુલસી અર્પણ કરવામાં આવે છે.આવતીકાલે ગણેશજીને લાડુ-મોદકનો પ્રસાદ પણ ધરાવવામાં આવશે. ગણેશ મંદિરોમાં વહેલી સવારથી ભક્તો ઉમટી પડશે. ગત વર્ષે કોરોના વધારે કેસને પગલે જાહેરમાં ગણેશોત્સવનું આયોજન થઇ શક્યું નહોતું. જોકે, આ વખતે કોવિડ ગાઇડલાઇન્સ સાથે ગણેશોત્સવ યોજવા મંજૂરી અપાઇ છે.

Advertisement

ગણેશજીની સ્થાપના તથા વિસર્જન માત્ર ૧૫ લોકોની મર્યાદા સાથે એક જ વાહનમાં કરી શકાશે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લી ઘડીએ ગણેશ મહોત્સવની મંજૂરી આપતાં આ વખતે બજારમાં ગણેશ મૂર્તિની ખરીદીની માગ વધી છે. ડીજેને પણ સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જેના કારણે ડીજેના તાલે ભગવાન ગણેશને આવતીકાલે આવકારવામાં આવશે.


Share

Related posts

કરજણ તાલુકાનાં સામરા ગામે નવી નગરીમાં ઝાડ નીચે જુગાર રમતા પાંચ જુગારીઓને ૧૩,૫૧૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ.

ProudOfGujarat

આજથી સમગ્ર રાજયમાં 6 થી 8 નાં વર્ગો શરૂ થતા સુરત જિલ્લા સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે શુભેચ્છા સંદેશ પાઠવ્યો.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાની એક સગીરાને લગ્નની લાલચ આપી એક યુવક ભગાડી ગયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!