ભરૂચ ખાતે કન્સ્ટ્રકશન ઓફ ફોર લેન બ્રિજ વિથ અપ્રોચીઝ અક્રોસ રીવર નર્મદા, નીયર ગોલ્ડન બ્રિજ ઓન ઓલ્ડ એન.એચ નં.08 થી વધારાની કામગીરીમાં કસક ગળનાળાને પહોળો કરવાની જરૂરિયાતને કારણે કસક અંડરપાસમાંથી વાહન વ્યવહાર બંધ કરવો પડે તેમ છે જેને કારણે વાહન વ્યવહાર બંધ કર્યા બાદ જ કામગીરી થવી શક્ય છે તેથી તા.૧૧/૦૯/૨૦૨૧ થી તા.૨૫/૦૯/૨૦૨૧ સુધી દિન-૧૫ માટે કસકનાળાને બંધ કરવામાં આવ્યું છે તેથી વડોદરા અને સુરત તરફ બંને તરફનો રુટ બહાર પાડવો પડે તેમ છે જેથી રુટને ડાયવર્ઝન આપવા આવશે.
કસક સર્કલ થઈ શીતલ સર્કલથી કોલેજ રોડ થઈ ભોલાવ ઓવર બ્રિજથી શક્તિનાથ તરફ તેમજ પોલિટેકનીક કોલેજથી સ્ટેશન સર્કલ તરફ જઇ શકાશે. તે સહિત નર્મદા ચોકડીથી એ.બી.સી. સર્કલ થઈ અંકલેશ્વર તરફ જતો વાહન વ્યવહાર નવા ચાર માર્ગીય પુલ પર થઈને અંકલેશ્વર જઇ શકાશે. કસક સર્કલથી કસક અંડરપાસમાંથી જૂના ભરૂચ સીટી તરફ જતાં ટ્રાફિક વૈકલ્પિક રુટ તરીકે કસક સર્કલથી શીતલ સર્કલ થઈને કોલેજ તરફથી આગળ આવતા ભોલાવ પુલ પરથી થઈને શક્તિનાથ સર્કલથી સીટી તરફ જઈ શકાશે. તે સહિત કસક સર્કલથી કસક અંડરપાસમાંથી સ્ટેશન સર્કલ તરફથી કસક સર્કલ તરફ આવતો રસ્તો સદર કામગીરી દરમ્યાન ચાલુ રાખવામાં આવનાર હોય જેથી સ્ટેશન સર્કલ તરફથી કસક સર્કલ તરફ ફકત ટુ વ્હીલર, થ્રી વ્હીલર તેમજ ફકત ઇમરજન્સી વાહનો જઇ શકશે અને કસક સર્કલથી સ્ટેશન સર્કલ તરફ વાહનો જઇ શકશે નહિ જે અંગે જિલ્લા મેજીસ્ટ્રેટએ હુકમ કર્યો હતો.
ભરૂચ : આગામી તા. 11 થી 25 સપ્ટેમ્બર સુધી કસક ગળનાળાને પહોળુ કરવાની કામગીરીને કારણે કસક ગળનાળુ બંધ રહેશે.
Advertisement