વાગરા તાલુકાનાં મોજે- ક્લાદરાની સીમમાં સોફ્ટ શીપ યાર્ડ પ્રાઈવેટ કંપની આવેલ છે અને આ કંપની છેલ્લા 17 વર્ષથી કાર્યરત છે. સદર કંપની કલદારા તથા વેંગણી ગામની સીમમાં હોવાથી ગામના બેરોજગાર યુવાનોને કંપનીમાં લેવા માટે ઘણીવાર કંપનીમાં રજૂઆતો કરવામાં આવી છે. કંપનીમાં આશરે 500 થી 600 જેટલા કામદારો કામ કરે છે ત્યારે બંને ગામના મળીને માત્ર 60 જેટલા યુવાનો કામ કરે છે તેમજ અન્ય સ્થાનિક આસપાસના વિસ્તારના લોકો પૈકી માત્ર 80 થી 100 જેટલા ઇસમોને જ નોકરી પર રાખવામા આવેલ છે.
તે સિવાયના 450 જેટલા કર્મચારીઓ પરપ્રાંતીય લોકોને નોકરી પર રાખવામા આવેલ છે કંપની સ્થાપિત થતાં પહેલા ગામવાસીઓને કહેવામા આવ્યું હતું કે કંપની તેઓના ગામમાં સ્થાપિત થશે તો ગામના યુવાન વર્ગને નોકરી આપવામાં આવશે અને રોજગારી મળી રહેશે. જેથી વિસ્તાર સહિત લોકોનો પણ વિકાસ થશે પરંતુ તેવું કઈ જ બનેલ નથી. ઘણીવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન આપવામાં આવતું નથી અને મેનેજમેન્ટ તરફથી ધાક ધમકીઓ આપવામાં આવે છે. તે સહીત કંપની દ્વારા છોડવામાં આવતા પ્રદૂષણને કારણે સ્થાનિક લોકો હવાનું પ્રદૂષણ, પાણી પ્રદૂષણ તથા જમીનનું પ્રદૂષણ વેઠી રહ્યા છે તેથી આજરોજ ગામના લોકો દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર એમ.ડી.મોડીયા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી અને લેખિત અરજી આપી થઈ રહેલ સમસ્યાનું નિરાકરણ કરવા માટેની માંગ કરવામાં આવી હતી.
ભરૂચ : સોફ્ટ શીપયાર્ડ કંપની દ્વારા સેફ્ટીની સવલતો તેમજ કર્મચારીઓને નોકરી આપવા સ્થાનિક રોજગાર સંધ દ્વારા કલેક્ટરને રજૂઆત.
Advertisement