ભરૂચ જિલ્લામાં આવેલ ધ્વનિ મુખ બધિર શાળા છેલ્લા 10 થી 15 વર્ષથી શરૂ કરવામાં આવી છે જેમાં ભણી ન શકતા ગરીબ વર્ગના બાળકો અભ્યાસ કરવા માટે આવે છે અને અત્યારસુધી કોઈ શાળાની વ્યવસ્થા ન હતી તે બાદ 70 બાળકો અભ્યાસ માટે આવી રહ્યા છે. જેમાં બાળકોની સંખ્યામાં વધારો થયો છે જેથી બાળકોનું ભાવિ ઉજ્જવળ થઈ શકે. જેમાં ઘણી સંસ્થાઓએ મદદ કરી હતી, કોરોના મહામારી દરમિયાન પણ ઘણી સંસ્થાઓ દ્વારા બાળકોને મદદ કરવામાં આવી હતી.
જેમાં આજે ઇનરવ્હીલ ક્લબ ઓફ ભરૂચ દ્વારા મુખ બધિર ધ્વનિ શાળામાં 10 જેટલા વિદ્યાર્થીઓને ફી ની મદદ કરી હતી. કોરોના કાળમાં મુખ બધિર બાળકોના મા-બાપની આર્થિક પરિસ્થિતિ અનુકૂળ ન હોય, સામાજિક સંસ્થાઓ દ્વારા મદદ કરવા હેતુસર ચેક આપવામાં આવ્યો હતો. જેમાં ક્લબ દ્વારા શાળાના સ્ટાફને 25 હજારનો ચેક આપી અને મદદ કરવામાં આવી હતી અને અન્ય એન.જી.ઓ. અને સંસ્થાઓને ઇનરવ્હીલ કલબ દ્વારા મદદ કરવા અર્થે ખાસ અપીલ કરવામાં આવી હતી જેથી શાળાને સહાય મળી રહે.
રિધ્ધી પંચાલ, ભરુચ
ભરૂચ : સરાહનીય કામગીરી : મુખ બધિર ધ્વનિ શાળાને ઇનરવ્હીલ ક્લબ દ્વારા 25 હજાર રૂપિયાનો ચેક અપાયો.
Advertisement