ભરૂચ પંથકમાં ચોરીના બનાવો ઘણા પ્રમાણમા વધી રહ્યા છે ત્યારે વર્ષો પહેલા થયેલ ચોરીનો ગુનો સામે આવ્યો હતો. ભરૂચ શહેર બી ડિવિઝન વિસ્તારમાં આવેલ કોહિનૂર સોસયાટીમાંથી દોઢ વર્ષ પહેલા એક ચોરોની ટોળકી દ્વારા એક ઇકો ફોર વ્હીલની ચોરી કરવામાં આવી હતી જે આજરોજ ટોળકી પૈકીનો એક આરોપી પોલીસે પકડી પાડયો હતો.
પોલીસ સૂત્રોથી બનાવ અંગે મળેલ માહિતી અનુસાર ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભરૂચ શહેરમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કોહિનૂર સોસાયટીમાંથી દોઢ વર્ષ અગાઉ ફેબ્રુઆરી/૨૦૨૦ ઇક્કો ફોર વ્હીલ ગાડી નંબર GJ 16 CN 4988 ની ચોરી થઈ હતી, તે ગાડીની ચોરી અગાઉ ઘરફોડ ચોરીઓમા પકડાયેલ આરોપી સતવંતસિંગ ઉર્ફે સંતુ તથા તેના સગરિકોએ સાથે મળીને કરી હતી જેથી શંકાસ્પદ આરોપીને એલ.સી.બી કચેરી ભરૂચ ખાતે લાવી ઊંડાણપૂર્વક અને સઘન પૂછપરછ કરતાં આરોપી ભાંગી પડ્યો હતો અને ઇક્કો ગાડીની પોતે તથા જસપાલસિંગ ઉર્ફે જેપીસિંગ અનંતસિંગ ઉર્ફે નંદુસિંગ સિકલીગર સાથે મળી ચોરી કરી હતી અને આ ઇક્કો ગાડી ભરૂચ નર્મદા માર્કેટ પાસે બિનવારસી મૂકી અને નાસી ગયો હોવાની કબૂલાત કરી હતી જેઓની ધરપકડ કરી અને તેની વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વોન્ટેડ આરોપી જસપાલસિંગ ઉર્ફે જેપીસિંગ અનંતસિંગ ઉર્ફે નંદુસિંગ સિકલીગરને શોધવાની તજવીજ હાથધરી છે.