Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાંચે વિદેશી દારૂના બુટલેગરને ઝડપી પાડ્યો…

Share

નશા નો કારોબારી પલ્યો વસાવા આખરે પોલીસ સકંજામાં..!!
મીડિયા ના કેમરા સામે નશા કારોબારી નું માથું  ઝૂક્યું..!!

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચે રેલ્વે ગોંદી નજીક થી વિદેશી દારૂનો વેચાણ કરતા બુટલેગર ને ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ના રેલ્વે ગોંદી વિસ્તાર માં વિદેશી દારૂ નું વેચાણ કરતા પ્રવીણ ઉર્ફે પલ્યો વસાવા નામ ના બુટલેગર ને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચ પોલીસે બાતમી ના આધારે ઝડપી પાડી અલગ અલગ બ્રાન્ડ ની અંદાજીત ૬૦ હજાર ઉપરાંત નો વિદેશી દારૂ નો જથ્થો તેમજ મોટરસાયકલ મળી કુલ ૯૪ હજાર ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગર અને બેફામ બની નશાનો કારોબાર કરતો પ્રવીણ ઉર્ફે પલ્યો વસાવા ને ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી…….
અત્રે ઉલ્લેખનીય છે કે  ચાલતી લોક ચર્ચા મુજબ બુટલેગર પ્રવીણ ઉર્ફે પલ્યો વસાવા રેલ્વે ગોડી નજીક ના વિસ્તાર માં બે ફામ બની ખુલ્લે આમ નશા બાજ તત્વો ને અલગ અલગ બ્રાન્ડ ની વિદેશી દારૂ ની લિજ્જત કરાવતો હતો અને કાયદા ના ખોફ વિના શહેર માં નશા ના કારોબાર ને વિકસાવી રહ્યો હતો પરંતુ ભરૂચ ની જાંબાઝ લોકલ ક્રાઇમ બ્રાંચે બુટલેગરો પલ્યો વસાવા ને કાયદા ના પાઠ ભણાવી સકંજામાં લેતા નશા નો કારોબાર કરતા અન્ય બુટલેગરો માં પણ ભારે ખળભળાટ મચ્યો હતો…..
Advertisement

Share

Related posts

ભરૂચ : અંકલેશ્વર પાનોલી જીઆઇડીસીની રિદ્ધિ સ્પેશિયાલિટી કેમિકલ કંપનીને ત્રણ જેટલા તસ્કરોએ બનાવી નિશાન : સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ચોરો નો ત્રાસ વધ્યો, ચારથી પાંચ જેટલા બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખો રૂપિયાનો મુદ્દામાલ પર હાથફેરો કરી ફરાર….

ProudOfGujarat

HAPPY BIRTHDAY M.S.DHONI. : ધોનીનાં જીવનમાં 7 નંબર અંકનું શું છે મહત્વ ? જાણો.

ProudOfGujarat
error: Content is protected !!