સરકારી આર્ટસ અને કોમર્સ કોલેજ નેત્રંગમાં સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ એન્ડ ઇનોવેશન પોલિસી અંતર્ગત NISM અને કોટક સિક્યોરીટીના સહયોગથી તા.૦૬/૦૯/૨૦૨૧ થી ૦૭/૦૯/૨૦૨૧ સુધી બે દિવસ માટે “ ફાઇનાન્સીયલ એજ્યુકેશન ફોર યંગ સીટીઝન ” કોના શિક્ષાનો વર્કશોપનુ આયોજન કરવામાં આવેલ હતુ. SSIP એ ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૭ -૨૦૨૧ સુધી કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓમાં ઇનોવેશન માટે પ્રોત્સાહન આપવા માટેની યોજના છે. જેના અંતર્ગત વિદ્યર્થીઓના યુનિક આઇડ્યાઝને પ્રોત્સાહન આપી તેને આંતરપ્રિન્યોર બનવા માટેનુ પ્રોત્સાહન આપવામાં આવે છે. કોઇપણ બિઝનેશ માટે ફાઇનાન્સીયલ મેનેજમેન્ટ અનિવાર્ય છે. આ હેતુને કેન્દ્રમાં રાખીને વિદ્યાર્થીઓમા બચત, ફાઇનાન્સીયલ મેનેજ્મેન્ટનું મહત્વ, ફાઇનાન્સીયલ મેનેજ્મેન્ટ ઓપર્ચ્યુનીટી, ઇન્વેસ્ટીંગ ઇન પ્રાયમરી એન્ડ સેકન્ડરી માર્કેટ, મ્યુચલ ફંડ તથા કરીયર ઇન સીક્યોરીટી માર્કેટ જેવા વિષયો વિશે બે દિવસ દરમીયાન ઉંડાણ પુર્વકનુ માર્ગદર્શન આપવામાં આવેલ હતુ.
કાર્યક્રમની શરૂઆતમાં દિપ પ્રાગટ્ય કરવામાં આવેલ હતુ. ત્યારબાદ કોલેજના આચાર્ય ડો.જી.આર. પરમાર સાહેબે વિદ્યાર્થીઓને ફાઇનાન્સીયલ મેનેજમેન્ટ વિશે તથા આ વર્કશોપની મહતા વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. ત્યારબાદ ડો. મહેશ એસ. ગઢિયા (SSIP કો-ઓર્ડિનેટર) એ SSIP વિશે વિદ્યાર્થીઓને ઉંડાણપુર્વક માર્ગદર્શન આપેલ હતુ. આ બે દિવસીય વર્કશોપના ટ્રેનર અરુણ ચોબે ( NISM TRANINER AND SEBI’S SMART) એ બે દિવસમાં દસ કલાક દરમીયાન શિખવવામાં આવનાર ટોપિક વિશે માર્ગદર્શન આપેલ હતુ.
કાર્યક્રમનુ સફળ સંચાલ પ્રા. હિનાબેન વસાવા (પ્રા.સમાજશાસ્ત્ર વિભાગ) એ કર્યુ હતુ. કાર્યક્રમની આભારવિધિ ડો. સંજયભાઇ વસાવા (આ.પ્રો. અને હેડ સંસ્કૃત વિભાગ) એ કરેલ હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના તમામ અદ્યાપકોએ જહેમત ઉઠાવી હતી. આમ કાર્યક્રમ સરસ અને સુંદર રીતે સફળ થયો.
સરકારી આર્ટસ અને કોમર્સ કોલેજ નેત્રંગમાં SSIP અંતર્ગત “ ફાઈનાન્શિયલ એજ્યુકેશન ફોર યંગ સીટીઝન “ વિષય પર બે દિવસીય વર્કશોપનુ આયોજન કરાયું.
Advertisement