Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વાગરા તાલુકાના વિલાયત ગામમાં JBF મેડિકલ સેન્ટરની શરૂઆત કરાઈ.

Share

વાગરા તાલુકાના વિલાયત ગામમાં જ્યુબિલન્ટ ભારતીય ફાઉન્ડેશન દ્વારા મેડિકલ સેન્ટરની શરૂઆત કરાઈ છે. જેથી વિલાયત તેમજ આસપાસના ગામના લોકોને તમામ પ્રકારની પ્રાથમિક સારવાર ગામમાં જ મળી રહેશે. આ ઉપરાંત ઇન્ટરફેસ મીટનું પણ આજરોજ આયોજન થયું હતું.

આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ અને સ્કિલ ડેવલોપમેન્ટ માટે હંમેશા અગ્રેસર જ્યુબિલન્ટ ભારતીય ફાઉન્ડેશન દ્વારા સ્થાનિક લોકો માટે ખૂબ મોટું પગલું ભર્યું છે. સ્થાનિક લોકોને સામાન્ય સારવાર માટે પણ ભરૂચ સુધી જવું પડતું હતું. પરંતુ આ સમસ્યાનું હવે સમાધાન થઈ ગયું છે. વિલાયત ગામમાં લાખો રૂપિયાના ખર્ચે JBF મેડિકલ સેન્ટર ઉભું કરાયું છે. જ્યાંથી તમામ લોકોને પ્રાથમિક સારવાર મળી રહેશે. જેનો શુભારંભ વિલાયતના સરપંચ રાજુભાઇ, અરગામાના સરપંચ અયુબભાઈ, જ્યુબિલન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના યુનિટ હેડ અતુલ શર્મા, ગામના આગેવાન ચંદ્રકાન્તભાઈ, હસન અલીભાઈ, ઉસમાનભાઈ, મહેશભાઈ, ઇન્દિરાબેન અને ગ્રામજનોની ઉપસ્થિતીમાં થયું હતું. તમામે આ કાર્યને બિરદાવ્યું હતું. આ સાથે જ્યુબિલન્ટ ઇન્ગ્રેવીયાના CSR ડિપાર્ટમેન્ટ દ્વારા ઈન્ટરફેસ મીટ પણ યોજાઈ હતી. જેમાં ગ્રામજનોના મંતવ્ય અને પ્રતિભાવો જાણવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભવિષ્યમાં જે કાર્યો કરવાના છે તે અંગે ચર્ચા કરાઈ હતી અને ગામ લોકોની માંગણીને સમજી ભૂખી નદી પુલ પર ચેકડેમ બનાવવાના પ્રસ્તાવને મંજૂરી અપાઈ હતી.

Advertisement

Share

Related posts

નેત્રંગ-વાલીયા રોડ ઉપર ગમખ્વાર અકસ્માતમાં કેલ્વીકુવાનાં યુવાનનું કરૂણ મોત નિપજ્યું હતું.

ProudOfGujarat

પંચમહાલ: વિદેશી મહેમાનોએ માથે ગરબો મુકીને નવરાત્રીની મોજ માણી.

ProudOfGujarat

પાટણના સરસ્વતીમાં ફટાકડાના સ્ટોલમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!