ભરૂચ અને નર્મદા જિલ્લાના સો જેટલા પ્રતિનિધિઓ આદિવાસી એકતા સંમેલનમાં ભાગ લેવા માટે આસામના દિફુ જવા માટે રેલવે માર્ગે નીકળ્યા છે. તેઓને અંકલેશ્વર રેલવે સ્ટેશન ઉપર મોડી રાત્રીના શુભેચ્છા પાઠવવા કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલા, ફતેસિંહ વસાવા, મુકેશભાઈ વસાવા, સુનિલભાઈ શાહ, મુકુંદભાઈ વસાવા, સંજયભાઈ દહેલી સહિતના આગેવાનો પહોંચ્યા હતા.
આ પ્રતિનિધિમંડળમાં વિજયભાઈ વસાવા માજી અધ્યક્ષ ન્યાય સમિતિ વાલીયા, બાબુભાઈ સોમજીભાઈ વસાવા, કિરીટભાઈ વસાવા, ઓખાભાઈ વસાવા, અજીતભાઈ વસાવા,રણજીતભાઈ વસાવા,રમેશભાઈ વસાવા સહીત લગભગ સો જેટલા આદિવાસી સમાજના આગેવાનો આદિવાસી એકતા સંમેલનમાં ૧૩ સપ્ટેમ્બરના રોજ આસામના દિફુ શહેરમા “આદિવાસી અધિકાર દિવસ” નિમિત્તે હાજર રહી ગુજરાતનુ પ્રતિનિધિત્વ કરશે. યુનો દ્વારા ૧૩ સપ્ટેમ્બર ૨૦૦૭ થી આ દિવસને આદિવાસી અધિકાર દિવસની ઘોષણા કરાતા આ દિવસે દેશના અનેક રાજ્યોમા ભરૂચ અને નર્મદા જિલ્લામાથી આગેવાનો દર વર્ષે વિવિધ સ્થળોએ સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે.
ભરૂચ અને નર્મદા જિલ્લાના પ્રતિનિધિઓ આદિવાસી એકતા સંમેલનમાં ભાગ લેવા માટે આસામના દિફુ જવા રવાના…
Advertisement