લોકલ ક્રાઇમ બ્રાંચ બાદ ઉમલ્લા પોલીસ સફારી જાગી..?
ફરાર બુટલેગરો આખરે ક્યારે ઝડપાસે…??
ભરૂચ જીલ્લા ના ઉમલ્લા ખાતે આવેલ મહુવાડા ગામ ખાતે થી ૧ લાખ ઉપરાંત નો વિદેશી દારૂ નો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો……
Video Player
00:00
00:00
Video Player
00:00
00:00
Video Player
00:00
00:00
Advertisement
બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ગત રોજ સાંજ ના સમયે ભરૂચ ની ઉમલ્લા પોલીસ એ બાતમી ના આધારે મહુવાડા ગામ ખાતે રહેતા રાજેશ ભાઈ બાવા ભાઈ વસાવા ના ઘરે રેડ કરતા બુટલેગર રાજેશ વસાવા પોલીસ ને જોઈ ફરાર થઇ ગયો હતો….તો બીજી તરફ ઉમલ્લા પોલીસે ઘર માં તલાસી લેતા વાડા તરફ ના વિસ્તાર માંથી અલગ અલગ બ્રાન્ડ ની વિદેશી દારૂ ની બોટલો તેમજ બિયર જથ્થો મળી કુલ ૧ લાખ ૨૪ હજાર ના મુદ્દામાલ નો કબ્જો મેળવી ફરાર બુટલેગર ને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે..
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસઃ થી નશા ના કારોબારી ઉપર પોલીસ ના સપાટા ના કારણે જીલ્લા માં બે ફામ બનેલા બુટલેગરો માં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે…