Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લાનાં તમામ તાલુકાની આંગણવાડી કેન્દ્રો, શાળાઓ, પંચાયતના સ્થળે વૃક્ષારોપણ કરી પોષણ માસની ઉજવણી કરાઈ.

Share

ભારત સરકારનાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માસમાં પોષણ માસની સાપ્તાહિક થીમ પર ઉજવણી કરવામાં આવે છે. પ્રથમ સપ્તાહની ઉજવણી ભરૂચ જિલ્લાનાં તમામ તાલુકાની આંગણવાડી કેન્દ્રો, શાળાઓ, પંચાયતના સ્થળે વૃક્ષારોપણ કરી પોષણ માસની ઉજવણી કરવામાં આવી જેમાં, રીંગણ, ભીંડા, દૂધી, ગલકાં, સરગવો, ટામેટાં, મરચાં, પત્તરવેલીયા, ચોળી, ફણસી તેમજ જમરૂખ-૭૬, સરગવો-૧૦૮, દાડમ-૧૩, આમળા-૫૮, મીઠો લીમડો-૧૯, પપૈયા-૧૬, આંબા, તુલસી-૧૭૨ જેવા ફળ અને શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું હતું

તેમજ પોષણ માસ ઉજવણી અંતર્ગત કરવામાં આવતી જન આંદોલન ડેસબોર્ડ પર ૮૩, ૪૫૪ એન્ટ્રી સાથે ભરૂચ પ્રથમક્રમે રહ્યું છે. તેમજ વાનગી સ્પર્ધા યોજવામાં આવી જેમાં, આંગણવાડી કેન્દ્રમાં લાભ લેતાં સગર્ભા બહેનો, ધાત્રીમાતા, કિશોરીઓને આઈ.સી.ડી.એસ. દ્વારા આપવામાં આવતા ટી.એચ.આર.(ટેક હોમ રેશન) માંથી વિવિધ વાનગીઓ જેવી કે સુખડી, થેપલાં, સક્કરપારાં, મુઠીયા, લાડું, કેક વગેરે બનાવવામાં આવી

તેમજ પોષણનું મહત્વ સમજાવવામાં આવ્યું. જિલ્લાના તમામ તાલુકાના આઈ.સી.ડી.એસ. સ્ટાફ દ્વારા આંગણવાડી કેન્દ્રોમાં નોંધાયેલ સગર્ભા બહેનોને ફોન કરી પોષણ અને આરોગ્યની સાવચેતી અંગે સમજૂતી આપવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડીયાના મુલદ ખાતે પેઇન્ટિંગ કામનો વર્ક ઓર્ડર આપી બીલ ન ચુકવતા બે ઇસમો સામે ફરિયાદ.

ProudOfGujarat

ભરૂચ પશ્ચિમ વિસ્તારના નાગરિકોનો નગરપાલિકા પર હલ્લાબોલ…

ProudOfGujarat

અંકલેશ્વરના અંસાર માર્કેટમા ભંગારના ગોડાઉનમાં પોલીસની રેડ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!