ગતરોજ મીડિયાના માધ્યમથી ધોળીકુઇ વિસ્તાર અને ત્યાંના રહેવાસીઓની હાલત જાહેર લોકો અને તંત્ર સમક્ષ રજુ કરવામાં આવી હતી જે બાદ આજરોજ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.
ગતરોજ જાણવા મળ્યું હતું કે ધોળીકુઇ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરોના ઢાંકના ખુલી ગયા છે અને અનેકવાર અવરજવર કરતાં લોકો તે ખુલ્લી ગટરને ઓળંગીને જતાં પડી જાય છે તો કોઈને ગંભીર ઇજાઓ પહોંચે તો તેના માટે જવાબદાર કોણ..? અન્ય રજૂઆત કરતા તેઓએ જણાવ્યુ હતું કે છેલ્લા ઘણા સમયથી રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. ધૂળની ડમરીઓ પણ ઊડે છે જેથી વાહનચાલકને ઘણી મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. જો કોઈ ગંભીર અકસ્માત સર્જાય તો તેના માટે જવાબદાર કોણ..? ગટરોના ઢાંકના એ રીતે તૂટી જવા પામ્યા છે કે લોકોને રાત્રિના અંધારામાં નુકશાન થઈ શકે છે.
જે બાદ તેઓએ જણાવ્યુ હતું કે એક જ વરસાદ વરસતા ગટરો ઉભરાઇ આવે છે જેથી ગંદકી ફેલાતા રોગચાળો ફેલાવાની સંભાવનાઓ વધી જાય છે. હાલ જ પંથકમાં ડેંગ્યુનો કેસ જોવાં મળ્યો હતો જેથી ત્રાહિમામ પોકારેલ રહીશોએ તંત્રને અવારનવાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ સમસ્યાનું નિરાકરણ આવતું નથી. તેથી વહેલીતકે કામગીરી શરૂ થાય તેવી લોકમાંગ ઉઠી હતી. જેમાં આજે જે.સી.બી મારફતે કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાફસફાઈ અને રસ્તાના સમારકામની પ્રક્રિયા હાથ ધરાઈ છે.