આગામી 10 મી સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થીનો અવસર આવી રહ્યો છે ત્યારે લોકો ઘરે ઘરે ગણેશજીની મૂર્તિને 10 દિવસ માટે સ્થાપિત કરી અને તેની પૂજા અર્ચના કરશે. જેમાં ગણેશ પ્રતિમા બનાવવા માટે મૂર્તિકારોને ઘણી મહેનત કરવી પડતી હોય છે.
ભરૂચ જિલ્લામાં મૂળ કલકત્તાના રહેવાસી રવિન્દ્રનાથ પાલ જેઓ વ્યવસાયે ગણેશની પ્રતિમાઓ બનાવે છે અને તેઓ મૂળ રીતે નર્મદા નદીની માટીનો ઉપયોગ કરી અને મૂર્તિ બનાવતા આવ્યા છે. નર્મદા નદીની માટી ઉપયોગમાં લેવાનું મુખ્ય કારણ તેઓના જણાવ્યા પ્રમાણે એ હતું કે વ્યવસાય અર્થે માં નર્મદાની મૂર્તિ ઉપયોગ કરી વિસર્જન બાદ નદીની માટી નદીને ફરીથી મળી જાય. જેથી કોઈ પણ પ્રકારે ખનન ન થાય અને મૂર્તિને ઓગળવા માટે એક કલાકનો સમય લાગતો હોય છે જયારે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ ક્યારેય નદીમાં ઓગળતી નથી અને નદીના નાળાને વધુ પ્રદુષિત કરે છે. સરકારની ગાઇડલાઇન અંતર્ગત 2 થી 4 ફૂટની તેઓએ ગણેશજીની શ્રદ્ધાપૂર્વક મૂર્તિઓ બનાવી છે.
ભરૂચ જિલ્લામાં મૂળ કલકત્તાના રહેવાસી ખાસ નર્મદા નદીની માટીમાંથી બનાવે છે ગણેશ મૂર્તિઓ.
Advertisement