પાલેજ નગર સહિત પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ મહેર કરતા નગરજનો સહિત ધરતીપુત્રોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી. લાંબા સમયથી વરસાદે વિરામ લેતા મુખ્યત્વે જગતનો તાત ખેડૂત વર્ગ મેહુલિયાની કાગડોળે પ્રતિક્ષા કરી રહ્યો હતો.
વરસાદ ખેંચાતા ખેડૂતોએ ખેતરોમાં ઓળેલું બિયારણ પણ નિષ્ફળ જવાની ખેડુતો ભીતિ સેવી રહ્યા હતા. એવામાં સોમવારે બપોર બાદ નગરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને કાળા ડીબાંગ વાદળોથી નગરનું આકાશ છવાઈ જવા પામ્યું હતું અને વરસાદ ખાબકી પડ્યો હતો. વરસાદને પગલે ગરમીથી ત્રસ્ત નગરજનોને રાહત મળી હતી. હજુ પણ નગરના આકાશમાં વાદળો ગોરંભાયા હોય વધુ વરસાદ વરસે એવી શક્યતાઓ સેવાઇ રહી છે.
Advertisement
યાકુબ પટેલ, પાલેજ