ભરૂચ જીલ્લામાં રસ્તાને લઈને કેટલાઈ બનાવો સામે આવતા હોય છે એક જ વરસાદમાં કરોડો લાખોના ખર્ચે બનેલા રસ્તાઓ ધોવાઈ રહ્યા છે ત્યારે તંત્રની પોલ ખૂલે છે. સ્ટેશના વિસ્તારમાં આવેલ ધોળીકુઇ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ગટરોના ઢાંકના ખૂલી ગયા છે અને રસ્તાઓમાં પણ મોટા મોટા ગાબડાં પડી ગયા છે.
રહીશો સાથે ખાસ વાતચીત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે ધોળીકુઇ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરોના ઢાંકના ખુલી ગયા છે અને અનેકવાર અવરજવર કરતાં લોકો તે ખુલ્લી ગટરને ઓળંગીને જતાં પડી જાય છે તો કોઈને ગંભીર ઇજાઓ પહોંચે તો તેના માટે જવાબદાર કોણ..? અન્ય રજૂઆત કરતા તેઓએ જણાવ્યુ હતું કે છેલ્લા ઘણા સમયથી રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. ધૂળની ડમરીઓ પણ ઊડે છે જેથી વાહનચાલકને ઘણી મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. જો કોઈ ગંભીર અકસ્માત સર્જાય તો તેના માટે જવાબદાર કોણ..? ગટરોના ઢાંકના એ રીતે તૂટી જવા પામ્યા છે કે લોકોને રાત્રિના અંધારામાં નુકશાન થઈ શકે છે.
જે બાદ તેઓએ જણાવ્યુ હતું કે એક જ વરસાદ વરસતા ગટરો ઉભરાઇ આવે છે જેથી ગંદકી ફેલાતા રોગચાળો ફેલાવાની સંભાવનાઓ વધી જાય છે. હાલ જ પંથકમાં ડેંગ્યુનો કેસ જોવાં મળ્યો હતો જેથી ત્રાહિમામ પોકારેલ રહીશોએ તંત્રને અવારનવાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ સ્મસ્યાનું નિરાકરણ આવતું નથી. તેથી વહેલીતકે કામગીરી શરૂ થાય તેવી લોકોમાંગ ઉઠી છે.
રિધ્ધી પંચાલ, ભરુચ
ભરૂચ : ધોળીકૂઈ વિસ્તારમાં ખુલ્લી ગટરો અને બિસ્માર રસ્તાથી રહીશો ત્રાહિમામ : તંત્ર જોવે છે છતાં કોઈ નિરાકરણ નહી !!
Advertisement