ગુજરાત સરકાર દ્વારા 1998 એટલે કે 22 વર્ષથી ગુજરાતની શાળાઓ તથા અનુદાનિત કોલેજોમા ગ્રંથપાલની ભરતી કરવામાં આવતી નથી, જેની વિધાર્થીઓના શિક્ષણ પર વિપરીત અસરો થઇ રહી છે. ગુજરાત રાજ્યની અનુદાનિત 357 કલેજેમાંથી લગભગ 260 ગ્રંથપાલની જગ્યાઓ ખાલી છે. ગુજરાત રાજ્યની સરકારની 115 કોલેજોમાંથી લગભગ 57 ગ્રંથપાલની જગ્યાઓ ખાલી છે. રાજ્યની તમામ સરકાર તેમજ અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં લગભગ 5600 ગ્રંથપાલની જગ્યાઓ ખાલી છે. ગુજરાતમાં 22 સ્ટેટ યુનિવર્સીટી અને 1 સેન્ટ્રલ યુનિવર્સીટી છે તેમાંથી કાયમી UGC ના ધારા ધોરણો પ્રમાણે માત્ર બે જ ગ્રંથપાલ છે. બાકી બધી યુનિવર્સીટીમાં કામચલાવ અને મદદનીશ ગ્રંથપાલની ચાલવામાં આવે છે.
એક સરકારી મેડિકલ કોલેજોને બાદ કરતા બાકીની તમામ મેડિકલ કોલેજોમા ઇન્ચાર્જ ગ્રંથપાલથી કામ ચલાવામાં આવે છે. જયારે ટેક્નિકલ એજ્યુકેશન બોર્ડના નિયંત્રણ હેઠળની સરકારી એન્જીન્યરિંગ અને સરકારી ફાર્મસી કોલેજોમાં લગભગ 70 થી 75 ટકા જગ્યાઓમાં ગ્રંથપાલની નિમણુંક કરવામાં આવી નથી તો ગ્રંથપાલોની નિમણુંક ઝડપી રીતે કરવા રજુઆત કરવામાં આવી હતી.
ગુજરાત રાજ્યની ઉ. માધ્યમિક શાળાઓ, અનુદાનિત અને સરકારી કોલેજો-યુનિવર્સિટીઓમાં ગ્રંથપાલની ખાલી જગ્યા ભરવા ભરૂચ કલેકટરને રજૂઆત.
Advertisement