ભાજપ સરકાર હર હંમેશ વિદ્યાર્થી વિરોધી સાબિત થયેલી છે 2015 થી આજદિન સુધી વિદ્યાર્થીઓના ભવિષ્યની નિર્ણાયક પરીક્ષાઓની અંદર ગેરરીતિ જોવા મળે છે. તાજેતરમાં જ JEE ની પરીક્ષામાં ગોટાડો જોવા મળ્યો છે તદુપરાંત સરકારી એન્જિનિયરિંગ અને પોલિટેકનિક કોલેજોમાં વાસ્તવિક શિક્ષણનો અભાવ જોવા મળે છે. ભરૂચની કેજે પોલીટેકનિક કોલેજમાં સરકારના નિયત ધારા ધોરણ મુજબ વાલીઓની સંમતિપત્રક હોવા છતાં વિદ્યાર્થીઓને વાસ્તવિક ઓફલાઈન શિક્ષણથી હજુ પણ વંચિત છે.
જે વિદ્યાર્થીઓના ભવિષ્યનો ચિંતિત વિષય છે. પોલિટેકનિક અભ્યાસક્રમની અંદર સૌથી વધુ જરૂરી એવો પ્રેક્ટીકલ અભ્યાસક્રમ છે પરંતુ છેલ્લા બે વર્ષની અંદર યોગ્ય જરૂરી એવા પ્રેક્ટીકલ અભ્યાસક્રના વર્ગો લેવામાં આવ્યા નથી જેથી વિદ્યાર્થીઓને સાચું સચોટ અને વાસ્તવિક શિક્ષણ મળી રહે જેથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય ન બને એ જ હેતુથી આજરોજ ભરૂચ જિલ્લા એન.એસ.યુ.આઈ દ્વારા કેજે પોલીટેકનિક કોલેજના કેમ્પસમાં વિરોધ દર્શાવી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓનું મોટું યોગદાન રહ્યું હતું.
રિદ્ધિ પંચાલ, ભરુચ