આજરોજ પાલેજ જિલ્લા પંચાયત વિસ્તારના ટંકારીઆ
ખાતે કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા વ્યક્તિનાં સ્વજનોને મહામારી કાયદા હેઠળ મળવા પાત્ર રૂપિયા ૪ લાખની સરકારી સહાય આપવામાં સુપ્રીમકોર્ટનાં આદેશ હોવા છતાં સહાય આપવામાં ભાજપ સરકાર નાદારી જાહેર કરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા “કોવિડ ૧૯ ન્યાયયાત્રા” અંતર્ગત કોરોના મહામારીમાં મૃતકનાં પરિવારોને ૪ લાખની સહાય તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન થયેલ ખર્ચ આપવાની માંગ સાથે અસરગ્રસ્ત પરિવારોને સહાય માટેના ફોર્મ ભરાવવામા આવ્યા.
કોવિડ19 ન્યાયયાત્રા અંતર્ગત સરકાર સમક્ષ મુખ્ય 4 માંગણીઓ.
● કોવિડથી મૃત્યુ પામેલા દરેક મૃતક માટે રૂ.૪ લાખનું વળતર.
●કોવિડગ્રસ્ત તમામ દર્દીઓના તમામ મેડિકલ બીલમાં રકમની ચુકવણી.
●સરકારી તંત્રીની ઘોર નિષ્ફળતાની ન્યાયિક તપાસ
●કોવિડથી મૃત્યુ પામેલ સરકારી કર્મચારીઓના સંતાન/ પરિવારજનો પૈકી કાયમી નોકરી
યાકુબ પટેલ : પાલેજ