શિક્ષક દિન નિમિત્તે મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ તથા એપેક્ષ મલ્ટી સ્પેશિયાલિટી એન્ડ ટ્રોમા સેન્ટરના સહકારથી મુન્શી ટ્રસ્ટના કર્મચારીયો માટે ફ્રી મેડીકલ ચેકઅપ કેમ્પ યોજાયો.
મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જુદી જુદી શાળાઓ અને કોલેજોમાં આજરોજ શિક્ષક દિન નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા શૈક્ષણિક કાર્ય 0૫ તાસ સુધી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા સાંસ્ક્રુતિક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ તથા એપેક્ષ મલ્ટી સ્પેશિયાલિટી એન્ડ ટ્રોમા સેન્ટરના સહકારથી મુન્શી ટ્રસ્ટના કર્મચારીયો માટે ફ્રી મેડીકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. જેમાં ફ્રી ડોક્ટર કન્સલ્ટેશન, ફ્રી સુગર (RBS) ચેક અપ, ફ્રી ECG ચેક અપ, ફ્રી આઇ ચેક અપ, ફ્રી સ્ત્રી રોગો નું ચેક અપ, ફ્રી ઓર્થોપેડિક ચેક અપ, ફિજિયો જેવી તબીબી સેવા ડો. ઇરફાન પટેલ, ડો. સુનિલ નાગરાની સાહેબ, ડો. સબીસ્તા પટેલ, ડો. સેતુ લોટવાલા અને ડો. યોગેશ રાણા દ્વારા સેવા પૂરી પાડવામાં આવી હતી. જેનો લાભ મુન્શી ટ્રસ્ટના આશરે 300 જેટલા કર્મચારીઓ એ લીધો હતો. આ ઉપરાંત મુન્શી ટ્રસ્ટ એ અગાઉ વેક્ષિનેસનના કાર્યને સફળ રીતે પૂર્ણ કર્યું હતું.
પ્રોગ્રામના અંતમાં મુન્શી ટ્રસ્ટના સભ્યો અને કારોબારી સભ્યો દ્વારા એપેક્ષ મલ્ટી સ્પેશિયાલિટી એન્ડ ટ્રોમા સેન્ટરના ડોક્ટર્સ, નર્સો અને સહાયક સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો અને આવનાર વર્ષોમાં ફરીથી મદદરૂપ થાય તેવી ભાવના વ્યક્ત કરી હતી.
યાકુબ પટેલ, પાલેજ
ભરૂચ : શિક્ષકદિન નિમિત્તે મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ તથા એપેક્ષ મલ્ટી સ્પેશિયાલિટી એન્ડ ટ્રોમા સેન્ટરના સહકારથી ફ્રી મેડીકલ ચેકઅપ કેમ્પ યોજાયો.
Advertisement