સન ૧૫-૫-૧૯૮૬ થી લઇ આજદિન સુધી એક મિનિટના વિરામ વગર એટલે કે ખંડિત થયા વગર રાત-દિવસ રામધુનનું ગાન થાય છે.
ભરૂચ નર્મદા જીલ્લાના વનવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકાનું જેસપુર ગામ રામભક્ત,હનુમાન ભકત અને અન્ય ભકતજન માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. નેત્રંગના જેસપુર ગામમાં વિશ્વ શાંતિ કલ્યાણ અર્થે છેલ્લા ૩૫ વર્ષથી અખંડ રામધુનનું ગાન થાય છે. જેમાં રામધુનમાં જોડાવવા અને રામધુનનું જપ કરવાથી દરેક મનુષ્યની તમામ પ્રકારની મનોકામનાઓ સિધ્ધ થવાથી આદિવાસી વિસ્તારમાં વસવાટ કરતી પ્રજા માટે જેસપુર ગામનું રામધુન મંદિર તીથઁસ્થાન તરીકેની પણ આગવી ઓળખ ઉભી થઇ છે.
જેમાં વષૉ પહેલા નેત્રંગ તાલુકાના જેસપુર ગામના રામધુન મંદિર ખાતે પ.પુજ્ય કથાકાર મોરારીબાપુનું આગમન થયું હતું.જ્યારે તેમણે ઉપસ્થિત હનુમાનભકત,રામભકત અને અન્ય ભકતજન સાથે રામકથા કરી હતી.જે દરમિયાન ઉપસ્થિત ભકતજન સાથે જેસપુરના રામધુન મંદિરમાં સતત રામધુનનું ગાન થાય તેવી ઇચ્છા વ્યકત કરી હતી.ત્યારબાદ રામધુન મંદિરના સંચાલકો અને ઉપસ્થિત ભકતજનોએ સતત રામધુનનું ગાન કરવાનો સંકલ્પ કયૉ હતો.જેસપુર ગામના રામધુન મંદિરમાં ૧૫-૫-૧૯૮૬ થી લઇ આજદિન સુધી ચોમાસાની સિઝનના ભર વરસાદ હોય,શિયારાની ગુલાબી ઠંડીમાં અને ઉનાળામાં ગરમીના પ્રકોપ વચ્ચે પણ એક મિનિટના વિરામ વગર એટલે કે ખંડિત થયા વગર રાત-દિવસ રામધુનનું ગાન થાય છે.જેસપુર ગામ સહિત આજુબાજુના વિસ્તારનું વાતાવરણ રામધુનના ગાનથી પ્રફુલીત બની જવા પામ્યુ છે.
જ્યારે બીજી બાજુએ નેત્રંગ તાલુકાના જેસપુર ગામના રામધુન મંદિરમાં દર શનિવારે,હનુમાન જયંતિ અને રામનવમી જેવા પાવન દિવસે ભરૂચ-નમઁદા સહિત દ.ગુજરાતમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રામધુનમાં જોડાય છે,અને શ્રી રામ જય રામ જય જય જાપની સાથે હનુમાન ચાલીસાનું પણ ગાન થાય છે. જેસપુરના રામધુન મંદિરમાં સમયાંતરે ભવ્ય ભંડારાની પ્રસાદી લેવાનું પણ અનેરૂ મહત્વ છે.દુર-દુરના વિસ્તારોમાંથી પણ ભકતજન ભંડાળાની પ્રસાદી લેવા માટે દોત મુકતા હોય છે.શ્રાવણ માસના અંતિમ શનિવારે ભકતોનો ઘોડાપુર ઉમટવાની શક્યતાઓ જણાઇ રહી છે.
નેત્રંગ તાલુકાના જેસપુર ગામના રામધુન મંદિરમાં પ.પુજ્ય પુનિતબાપાના આશિવૉદથી અને હનુમાન દાદાની કૃપાદ્રષ્ટિથી ૧૯૮૬ થી વિશ્વ શાંતિ કલ્યાણ અથઁ રામધુન જપયજ્ઞ ચાલે છે,૨૪ કલાક ભગવાનનો પોકાર ચાલે છે,જેથી આજુબાજુના વિસ્તારમાં અને જપયજ્ઞમાં આપનાર પરિવારમાં ઘણી સુખ શાંતિ છે,એવી રીતે લોકો ઉમળકાથી પોતાની ભાવના વ્યકત કરે છે,મંદિરમાં દશઁન કરવા આવનાર ભાવિક ભકતો આ જપયળમાં ચોખા,દાળ,ચા,ખાંડ અને તેલ આપી સહભાગી બને છે,જેથી રામધુનના જપયજ્ઞમાં દાન આપનાર પરિવારના જીવનમાં સુખ,શાંતિ અને સમૃદ્રીનું આદાન-પ્રદાન થાય છે તેવું મનાઇ રહ્યુ છે.
ભરૂચ જીલ્લાના નેત્રંગ,વાલીયા અને ઝઘડીયા તાલુકાના ૪૦ ગામના ભકતજન દ્વારા રાત-દિવસ એક મિનિટના પણ વિરામ વગર રામધુન જપયજ્ઞ કરે છે,જેમાં ધારીખેડા, મોટા અણડારા, જેસપુર, મૌઝા, રાજમાંડવી, અમલસાડી, નમલગઢ, સામરપાડ, મોતિયા, પાડા, કોસમડી, વરખડી, વાંકોલ, ધોલેખામ, કોચબાર, નેત્રંગ, વાંકોલ, બલેશ્વર, આંજોલી, મુગજ, કોયલાપાડા, મોવી, વણખુટા, રામકોઠ, રઝલવાડા, ઉંડી, ફુલવાડી,નવી ઢેબાર,જુની ઢેબાર અને અને પાટણા ગામના ભકતજન દ્વારા રાત-દિવસ એક મિનિટના પણ વિરામ વગર રામધુન જપયજ્ઞ કરે છે,જેમાં મુખ્યત્વે આદીવાસી સમાજના ગામ છે,જેમાં મહિનાની પહેલી તારીખથી છેલ્લી તારીખ સુધી ક્રમશ: રામધુન ગાન થાય છે.