ભરૂચ સતચેતના પર્યાવરણ સંગઠન, ગાયત્રી પરિવાર તથા શ્રવણ વિદ્યાલય સંયુક્ત ઉપક્રમે બાળકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ, જતન અને પર્યાવરણ સુરક્ષાના અભિયાનરૂપે ગણપતિ બાપાની માટીની મૂર્તિ / પ્રતિમા બનાવવા માટેની તાલિમ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. સમગ્ર શિબિરનું સંચાલન, મૂર્તિ બનાવવા અંગેની સમજ, માર્ગદર્શન અને પ્રશિક્ષણ મૂર્તિકાર દિવ્યેશભાઈ જગતાપે હાજરી આપી હતી.
ઘણા વર્ષોથી સમગ્ર દેશમાં ગણપતિની મુર્તિ ઇકો ફેન્ડલી બનાવાનું સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે. ગણેશ પ્રતિમા માટીની રાખવાનું મુખ્ય કારણ એ છે કે પહેલા જે મૂર્તિઓ પ્લાસ્ટર ઓફ પેરિસમાથી બનાવામાં આવતી હતી જેને કારણે તેના વિસર્જન બાદ નદી, નાળા, જળાશયને ઘણું નુકશાન પહોચતું હતું તે સાથે જળચર જીવોનો નાશ પણ થતો હતો અને પ્લાસ્ટર ઓફ પેરિસ પાણીમાં જલ્દી ઓગળતું ન હતું જેને કારણે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો.
માટી જલ્દીથી નદી નાળામાં પીગળી જાય છે અને તેનાથી પર્યાવરણને કોઈ પણ પ્રકારનું નુકશાન પહોચતું નથી તેથી આજરોજ શ્રવણ વિદ્યાધામના બાળકોને પર્યાવરણનું જતન થાય તેમજ તેનું મહત્વ સમજાય તે માટે બાળકોને ગણેશ પ્રતિમા મૂર્તિકાર દિવ્યેશભાઇ જગતાપે શીખવ્યું હતું અને તેને ઘર આંગણે જ વિસર્જન કરવાનું જણાવ્યુ હતું. ઘરના બાગ- બગીચામાં અને તેના કુંડાઓમાં ઉપયોગમાં લઈ શકીએ તેવી જ માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
રિધ્ધી પંચાલ, ભરુચ