ભરૂચ જિલ્લામાં ખેતીના પાકોમાં વિકૃતિ આવતા જગતનો તાત વિમાસણમાં મુકાઈ જવા પામ્યો છે જે સંદર્ભે છેલ્લા દોઢ માસથી ધરતીપુત્રો દ્વારા સંબંધિત અધિકારીઓને રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઇ નિરાકરણ ન આવ્યું હોવાના ખેડૂતો દ્વારા આક્ષેપો થઈ રહ્યા છે જે અંતર્ગત શુક્રવારે સાંજના સુમારે આમોદ તાલુકાના દાંદા ગામમાં ખેડૂતોનું એક સંમેલન યોજાયું હતું.
જેમાં ગુજરાત ખેડૂત સમાજના અધ્યક્ષ જયેશ પટેલ અગ્રણીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે આમોદ તાલુકાના વિવિધ ગામના ખેડૂતોએ પોતાના અભિપ્રાય રજુ કર્યા હતા. જેમાં સરકાર દ્વારા ખેતીના પાકોમાં જે વિકૃતિ આવી છે. તે બાબતે સરકાર પર દબાણ લાવવા અનુરોધ કરાયો હતો. ખેડૂતોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ગજવી મુક્યું હતું.
જયેશ પટેલે વાતાવરણ પ્રદૂષણને લઈને દોઢેક માસથી ખેતીના પાકોમાં વિકૃતિ હોવાના તેઓએ મીડિયા સમક્ષ નિવેદનમાં આક્ષેપો કર્યા હતા. ખેતીના વિકૃતિ બાબતે અમે જિલ્લા સમાહર્તાને રજુઆત કરવા છતાં હજુ સુધી કોઈ નિરાકરણ ન આવતા ખેડૂતોમાં ઉગ્ર આક્રોશ હોવાનું જણાવ્યું હતું. જો આ બાબતે કોઈ નિરાકરણ નહિ આવે તો અમે મોટું આંદોલન કરીશું એમ તેઓએ જણાવ્યું હતું.
યાકુબ પટેલ, પાલેજ
ભરૂચના આમોદ તાલુકાના દાંદા ગામમાં ખેડૂત સમાજનું સંમેલન યોજાયું.
Advertisement