Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી યુવાને ઝંપલાવ્યું

Share

ભરૂચની ભાગોળમાં વહેતી નદીમાથી ફરી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને ભરુચ નર્મદા મૈયા બ્રિજ પરથી છલાંગ લગાવી અને મોતને ઝંપલાવ્યું હતું . બનાવ અંગે મળતી માહિતી અનુસાર , ભરૂચના નંદેલાવ રોડ પર રહેતા બાદશાહ સિંગ રાજપૂતના પુત્ર નાગેન્દ્ર રાજપુત તેના બનેવીએ દુકાનના હિસાબ બાબતે બોલાચાલી થતાં મનને દુખ લાગી આવતા બુધવારે રાત્રી ના પોણા નવ વાગ્યાના અરસામાં નર્મદા મૈયા બ્રિજ પર આવેલ પગદંડી માર્ગ ગયો હતો અને નર્મદા નદીમાં કૂદી મોતને વ્હાલયુ હતું .

જે બાદ જાણ થતા પરિવાર દોડી આવ્યો હતો આ અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને ભરૂચ તેમજ અંકલેશ્વર ફાયર ટીમ ના તરવૈયા ઓ તેમજ સ્થાનિક નાવિકો ની મદદ થી મૃતક નાગેન્દ્ર સિંગના મૃતદેહ ની નર્મદા નદી માં શોધખોળ આરંભી હતી.આ અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે સ્થાનિક રહીશો દ્વારા જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતદેહને અંકલેશ્વર ખાતે પી.એમ અર્થે ખસેડાયો હતો.અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી .

Advertisement

Share

Related posts

આ છે 9 જૂનની પાંચ ભાગ્યશાળી રાશિઓ, શું તમારી રાશિ આ લકી યાદીમાં છે?

ProudOfGujarat

અમદાવાદ : મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા ગુજરાત પોષણ અભિયાન 2020-22 અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

નવસારીના જલાલપોર તાલુકાના ડાભેલ ગામે મકાનમાંથી ગેર કાયદેસર રાખેલ તીતર વન વિભાગ એ ઝડપી પાડયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!