ગત તારીખ 8 મી ઓગષ્ટના રોજ વરિષ્ઠ પત્રકાર અને એક્ટિવ કોંગેસ અગ્રણી દિનેશ અડવાણી પર એક ગેંગ દ્વારા રાત્રિના સમયે હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં જ્યોતિનગર ભરૂચ ખાતે આંધ્રા બેન્કની ગલીમાં એસ.એલ.ડી હોમ્સ પાસે ઇનોવા ગાડીમાં પાંચથી સાત જેટલા અજાણ્યા ઇસમો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં આજરોજ ગંભીર રીતે ગુનાને અંજામ આપનારા આરોપીઓની ગેંગ પૈકી એક ઇસમને આજરોજ ઝડપી પાડવામાં આવ્યો હતો.
પોલીસ સૂત્રોથી જાણ થયેલ કે ખાનગી બાતમીદારોથી જાણ થયેલ કે ગુનાના કામ માટે ઉપયોગમાં લેવાયેલ ઇનોવા ગાડી જેનો રજીસ્ટ્રેશન નંબર GJ 05 CR 8520 નો ઉપયોગ કરી અને ઘટનાને અંજામ આપવામાં આવ્યું હતું જેમાંનો આરોપી અનીલ ઉર્ફે અનીલ કાઠી મહારાષ્ટ્ર રાજ્યમાં પણ આ ગાડીનો ઉપયોગ કરી અને ગુનાઓ કરી ચૂક્યો છે.
જેમાં આ ઇનોવા ગાડી અનિલ કાઠી, તથા તેના મળતીયા અન્ય ઇસમો પિંકેશ ઉર્ફે ભૂરો કિશોરભાઇ ચૌહાણ તથા સતિષભાઇ ઉર્ફે સતિયો રાજપૂત તથા ત્રણથી ચાર અજાણ્યા ઇસમો અનિલ કાઠી સાથે ઇનોવા ગાડીમાં આવી ફરિયાદીને માર મારીને નાસી ભાગ્યા હતા. જેમાં જાણવા મળેલ કે ભરૂચના કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડો કિશોર કાયસ્થે સુરતના અનિલ કાઠી સાથે મિત્રતા હોય અને નયન બોબડાએ ગુનાને અંજામ આપવા માટે પૂરું કાવતરું રચ્યું હતું. હાલ નયન બોબડાએ અન્ય ગુના અર્થે જુનાગઢ પાસામાં જતાં પહેલાથી જ અનિલ સાથે મળી અને કાવતરું રચ્યું હતું જેની કબૂલાત પોતે કરી હતી.
તે સાથે ભરૂચના અન્ય બુટલેગર તિલક હરિકૃષ્ણ પટેલ સાથે મળી પોતાને દિનેશ અડવાણી સાથે અંગત અદાવત હોય અને બદલાની ભાવના રાખી અને કાવતરાને અંજામ આપી અને ગંભીર ઇજાઓ પહોચડી હતી અને તિલકે અન્ય બુટલેગરોને તા.8/8/2021 ના રોજ વહેલી સવારે નેશનલ હાઇવે નં.48 ઉપર આવેલ શીવકૃપા હોટલ ખાતે રહેવા માટે વ્યવસ્થા કરી આપી હતી અને તે દિવસે રાત્રિના સવા બારના અરસામાં ઘટનાને અંજામ આપ્યો હતો. જે પૈકી ભરૂચ સી ડિવિઝન પોલીસે ઘણી તપાસ બાદ આજરોજ ભરૂચના બુટલેગર તિલક હરિકૃષ્ણ પટેલની ઘરપકડ કરી હતી અને અન્ય સાથીદારો અંગેની પૂછપરછ શરૂ કરી દીધી છે.
પકડાયેલ આરોપી:- તિલક હરિકૃષ્ણ પટેલ રહે, બી/06 જ્યોતિનગર, ભોલાવ, ભરૂચ
વોન્ટેડ આરોપીઓ :-
(1) નયન ઉર્ફે બોબડો કિશોરભાઇ કાયસ્થ રહે, લોઢવાડનો ટેકરો દાંડિયા બજાર, ભરૂચ
(2) અનિલ ઉર્ફે અનિલ કાઠી ખીમજીભાઇ રાણવા રહે, 05,નવનાથ સોસાયટી સોશીયો સર્કલ પાસે, ખટોદરા, સુરત
(3) પિંકેશ ઉર્ફે ભૂરો કિશોરભાઇ ચૌહાણ રહે, 109 રવીપાર્ક સોસાયટી ગેટ નંબર 03 કપોદરા બસ સ્ટોપ પાસે, સુરત
(4) સતિશ ઉર્ફે સતિયો અશોકપ્રતાપસિંહ રાજપૂત રહે, 304 શ્રી નિવાસ સોસાયટી એસ્સાર પેટ્રોલ પંપ પાસે કડોદરા, સુરત
(5) મહેન્દ્ર કાઠી રહે,સુરત તથા અન્ય તપાસમાં નીકળે તે આરોપીની ધરપકડ અર્થે શોધખોળની તજવીજ પકડાયેલ આરોપી થકી શરૂ કરી દેવામાં આવી છે.