ગુજરાત રાજ્યના સહકાર મંત્રી અને અંકલેશ્વર બીજીપી એમ.એલ.એ ઇશ્વરસિંહના મોટા ભાઈ વિજયસિંહ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક અવને સમયાંતરે રાજીનામુ આપી ભાજપને અલવિદા કહી અને કોંગ્રેસમાં જોડાયા છે. હવે 2022 ની વિધાનસભાની ચૂંટણીઓનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે ગુરૂવારે વિજય પટેલ કોંગી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના હસ્તે ખેસ પેહરી વિધિવત કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે. આગામી 2022 ની ચૂંટણીમાં તેઓ અંકલેશ્વર બેઠક પરથી કોંગ્રેસની ટીકીટ મેળવી ભાઈ સામે મેદાનમાં ઉતરી શકે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બીજેપી દ્વારા 60 વર્ષથી વધુ ઉંમરના અને 3 ટર્મથી ચૂંટાતા આગેવાનને ટિકિટ નહિની ફોર્મ્યુલા જાહેર કરાતા ભરૂચ જિલ્લામાંથી રાજ્યના સહકાર મંત્રી અને અંકલેશ્વરના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલના મોટાભાઈ વિજય પટેલે ગત 4 ફેબ્રુઆરીએ BJP સભ્ય પદેથી રાજીનામુ આપ્યા બાદ 9 ફેબ્રુઆરીએ હાસોટ APMC પ્રમુખ પદેથી પણ ધરાર રાજીનામું આપી દીધું હતું.
કોંગેસ પક્ષમાં જોડવાનું મુખ્ય કારણ સ્થાનિક આગેવાનો ભ્રષ્ટાચાર અને વ્યભિચારથી ભરપુર હોવાનાં આક્ષેપો કર્યા હતા તો તેઓ પક્ષની વિચારધારા સાથે પણ સહમત ન હોવાનું જણાવ્યુ હતું. તેઓ બાદમાં હાંસોટ APMC માં ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. આજરોજ ગુરુવારે વિજય પટેલ વિધિવત કોંગ્રેસ પક્ષમાં જોડાઈ ગયા હતા. અમદાવાદમાં વિજય ઉર્ફે વલ્લભ પટેલે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. કમળ છોડ્યા બાદ કોંગ્રેસના પંજા સાથે હાથ મિલાવનાર સહકાર મંત્રીના ભાઈ વિજય પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ કાયમ ગરીબો, ખેડૂતો સહિત જન જનને વરેલી રહી છે, હું કોંગ્રેસની આ વિચારધારા અને લોક કલ્યાણના કામ સાથે સહમત થઈ કોંગ્રેસમાં જોડાયો છું. ભાજપમાં નર્યા દંભ, ભ્રષ્ટાચારને આગામી સમયમાં લોકો સમક્ષ લઈ જઈ કોંગ્રેસ તરફ ફરી લોકોને વાળવાનો પ્રયત્ન કરાશે.અંકલેશ્વરના BJP ધારાસભ્ય અને સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના ભાઈ વિજય પટેલ કે જેઓ હાંસોટ તાલુકા પંચાયતના માજી પ્રમુખ છે તેઓ એ BJP માંથી 4 ફેબ્રુઆરીએ રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી ગયો હતો.
તેઓએ સ્થાનિક નેતાઓ પર ભ્રષ્ટાચારના કથિત આરોપો પણ મુક્યા હતાં.ભાજપામાંથી હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખ બનનાર અને ત્યાર બાદ જીલ્લા પંચાયતના સભ્ય બનનાર વિજય ઠાકોરભાઈ પટેલે આગાઉ અચાનક પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને સંબોધીને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું ધરી દીધું હતું. રાજીનામામાં તો અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું. પરંતુ મીડિયા સમક્ષ સ્થાનિક નેતાઓ ઉપર આક્ષેપો કર્યા હતા.