ભરૂચ જિલ્લાના નબીપુર ગામે આવેલ બુનિયાદી કુમારશાળા અને પ્રાથમિક કન્યાશાળા કોવિડ 19 ની મહામારી ને કારણે 23 માર્ચ 2020 થી દેશવ્યાપી લાગેલા લોકડાઉનને કારણે સંપૂર્ણપણે બંધ હતી. જેથી શાળાના બાળકોને કોરોનારૂપી મેઘા વેકેશન મળ્યું હતું.
આ સમયગાળા દરમ્યાન સમયાંતરે શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવતું હતું. આજથી સરકારના આદેશથી ધોરણ 6 થી 8 ના વર્ગો સ્કૂલમાં શરૂ કરી વિદ્યાર્થીઓને ઓફલાઇન શિક્ષણ આપવાની પ્રક્રિયા અંતર્ગત શાળાના વર્ગોમાં શિક્ષણ આપવાની શરૂઆત થઈ ચૂકી છે. શાળાઓ ખુલતાની સાથે શાળાએ જતા બાળકોમાં એક અનેરો ઉત્સાહ અને ચહેરા પર પોતાના જૂના મિત્રોને મળવાનો અનેરો આંનદ ઉભરાય આવતો હતો.
શાળાના આચાર્યો અને શિક્ષકગણ દ્વારા શાળાએ આવનારા બાળકોનું પુષ્પ આપી પ્રવેશ અપાયો હતો. શાળાના પ્રતાંગણો બાળકોની મસ્તી અને દોડાદોડીને કારણે ફરી ખીલી ઉઠયા હતા. આ દરમ્યાન શાળાઓ દ્વારા સરકારની ગાઈડલાઈનનું સંપૂર્ણ પણે પાલન કરાયું હતું. ઉત્સાહી બાળકો મો પર માસ્ક પહેરી પોતાની સાથે સેનેટાઈઝર પણ લાવ્યા હતા. આની સાથે જ કોરોના મેઘા વેકેશનનો હજુ મધ્ય અંત જ આવ્યો છે. સંપૂર્ણ અંત તો ત્યારે ગણાશે જ્યારે શાળાના તમામ વર્ગો શરૂ થશે. આજે બાળકોની સાથોસાથ વાલીઓમાં પણ અનેરો આંનદ જોવા મળ્યો હતો અને પોતાના બાળકોને શાળાના દરવાજા સુધી મૂકવા આવતા નજરે પડયા હતા.
યાકુબ પટેલ : પાલેજ
ભરૂચ તાલુકાના નબીપુરમાં આજથી પ્રાથમિક શાળાઓનો પુનઃ પ્રારંભ.
Advertisement